________________
(મર્યાદા)નું અતિક્રમણ કરતું નથી, તેથી તે ન્યાયસંગત છે. સ્યાદ્વાદમુદ્રાનું અતિક્રમણ કરનારા એકાન્તવાદનાં વચનો તત્ત્વને આશ્રયીને અન્યાયસ્વરૂપ છે. એકાન્તવાદની અન્યાયરૂપતા ‘ધર્મધર્મિસમ્બન્ધમેફેનવસ્થાનાત્...' ઇત્યાદિ ગ્રન્થથી જણાવી છે. તેનો આશય એ છે કે રસ્તે ઘટ: કે રòપવાનું ઘટ: (લાલ ઘડો કે લાલરૂપવાળો ઘડો)...વગેરે પ્રયોગસ્થળે રક્ત રૂપ ધર્મ છે, તેનો ધર્મી ઘટ છે. ધર્મ અને ધર્મીનો જે સંબંધ છે (સમવાય...વગેરે) તે સંબન્ધ; ધર્મ અને ધર્મીથી તદ્દન પટ વગેરેની જેમ ભિન્ન છે (જુદો છે)
આ પ્રમાણે કેટલાક એકાન્તવાદી એવા લોકોની માન્યતા છે. તેમના મતે સંબન્ધ; ધર્મ અને ધર્મી બંન્નેમાં હોવાથી રો ઘટ: અને રરૂપવાન્ ઘટ: વગેરે પ્રતીતિ થાય છે. આ રીતે રક્ત રૂપને ઘડામાં રહેવા માટે જેમ સંબન્ધની જરૂર છે તેમ એ સંબન્ધને રક્તરૂપ સ્વરૂપ ધર્મ અને ઘટ સ્વરૂપ ધર્મીમાં પણ રહેવા માટે બીજા સંબન્ધની જરૂર પડશે. આવી જ રીતે તે બીજા સંબન્ધને પણ રહેવા માટે ત્રીજા સંબન્ધની જરૂર પડશે. અને તેથી સમ્બન્ધોની પરંપરા ચાલ્યા જ કરશે, જે અનવસ્થાસ્વરૂપ દોષ છે. આથી સમજી શકાશે કે ધર્મ અને ધર્મીથી સમ્બન્ધને એકાન્તે(સર્વથા) ભિન્ન(જુદો) માનવાથી અનવસ્થા આવે છે.
આવી જ રીતે ધર્મધર્મીના સમ્બન્ધને ધર્મધર્મીથી તદ્દન જ અભિન્ન માનવામાં આવે તો રહો ઘટ: કે રવાન્ ઘટ: ઇત્યાદિ સહપ્રયોગો(સામાનાધિકરણ્યના સૂચક પ્રયોગો)
૭