________________
[૨૦] મહોત્સવ સાથે ધામધૂમથી દિક્ષા આપવામાં આવી. ભાઈનું નામ “પુણ્યવિજય” અને બહેનનું નામ- “નિધાનશ્રી ” રાખ્યાં. રાધનપુરના ધમરક્ત શ્રેણી મેહનલાલ ટોકરશીએ તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચળને સંઘ ચલાવવાને નિર્ણય કર્યો. ને ગુરૂમહારાજાઓને સંઘમાં પધારવાને સુભાવથી વિનંતિ કરી. તેથી સંઘમાં ગયા, ને પાલીતાણા પહોંચી ગયા. દાદાજીને ભેટયા, ને આત્માને ધન્ય માનવા લાગ્યા. બાદ સંઘ તેના ગામ તરફ વળ્યા અને ગુરૂવર્યો કચ્છ તરફ વળ્યા, ને વાગડના પલાસવા ગામે પધાર્યા, ભક્તિ અને પ્રોતિવાળા સંઘે ગુરૂજનેને ચોમાસુ રાખ્યા. આ સાતમુ ચોમાસુ સં. ૧૯૩૨ નું કરીને પલાંસવાના સંઘને ધર્મમાં અને ભકિતમાં ઘણો દઢ કર્યો. આ ચામાસામાં શા. મેતીચંદ માનચંદના સુપુત્રી કુમારિકા બેન અંદરબેન, અને શા. કસ્તુરચંદ હરખચંદના સુપુત્રી કુમારિકા બેન ગંગા બેહેને મહારાજશ્રી પાસે બડા આડંબરથી “ચતુર્થવ્રત ઉચર્યા. બીજા કેટલાક પણ યથાશકિત નિયમત્રત ગ્રહણ કર્યા. દરિયા હેમચંદ ખેતસીએ “બારવ્રત” ઉચર્યા, તપજપ મહોત્સવ અને સ્વામીવાત્સલ્યાદિ સત્કાર્યો ઘણાં સારાં થયાં, જેથી પલાંસવાને જૈન સંઘ વાગડ પ્રાન્તમાં તે શું. પણ વિશાળ એવા કછ દેશમાં સારી પ્રશંશાથી પ્રખ્યાતિ વિશેષ પામતે ગયે. એ ત્રણ તત્વ પ્રત્યે શુદ્ધ શ્રદ્ધા, અને ગુરૂના આંતરિક દિલની કૃપા ! !
હવે પલાંસવાથી વિહાર કરી ગુરૂવગ “ફતેગઢ આવ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com