________________
[૩૧] મહાવીર પ્રભુને ભેટયા. અને તે અગાઉના મૂળનાયક શ્રી પાશ્વનાથ પ્રભુ હતા. તે મનરંજન શ્યામ બિંબ ભમતિની એક દેવકુલિકા (દહેરી.) માં પધરાવેલ છે. ત્યાં પણ સ્તુતિ કરીને પ્રમોદ પામ્યા. સં. ૧૯૬૩ માં ૩૯ મું - માસુ અંજાર શહેરમાં થયું. હવે ચોમાસા બાદ વિહાર કરીને “રાયણ ગામે પધાર્યા ને ૪૦ મું ચોમાસુ ત્યાંજ કર્યું. સં. ૧૯૬૪ બાદ જિતના ડંકા વગડાવતાં રાયણથી મુનિ મંડળ “ માંડવીબંદર પધાર્યા. કચ્છ દેશમાં મેટામાં મોટું વેપારનું મથક આ શહેર યા બંદર છે. ઘણું ભાઈઓ તથા બાઈઓને ચેથા વ્રત પાળવા નિયમ કરાવ્યા. અને હંસરાજ ગુલાબચંદના બેન લાલુરહેન” તથા દામજી વછરાજના બેન “પાર્વતી બહેન આ બને બ્રહ્મચારી કુમારીકાઓને ચતુર્થવ્રત ઉશ્ચરાવ્યું. મને મહિમા વિષેષ પણે વધારી દઢ કર્યો. સંઘે સારૂ “વિત્ત” વાપરી ગુરૂ ભક્તિ કરી. ૪૧ મું ચોમાસુ માંડવીમાં થયું. સં. ૧૫
કચ્છ પંચતિથની યાત્રાનું ફરસવું.” કચ્છના મેટા તિર્થ ભદ્રેશ્વરજીની પંચતિર્થીને મોટે ભાગ અબડાસામાં છે. સુથરીગામે “વૃતક લેલ પાર્થનાથ” છે. પ્રતિમા ઘણું ચમત્કારી છે. નળિયા (નલિનપુર.) ગામના પાંચે દહેરાં દર્શનિક શેત્રુંજય જૂહાર્યા બરાબર છે. અને રાજધાની શહેર ભુજના દેહેરાં પણ રમણિય છે. અનુક્રમે યાત્રા કરતાં ભુજમાં પધાર્યા, સંઘે સામયું કરી નગર પ્રવેશ કરાવ્યો. બહુ લાભ જાણે આ ૪૨ મું ચોમાસુ ભુજ શહેરમાં સં. ૧૯૬૬ નું થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com