________________
[૩૮] * એક ભવમાંથી બીજા ભવમાં જતા ભાવિકોને જે નવકાર મંત્રની સહાયથી પરભવને વિષે મનવાંછિત સુખ સંભવે છે, તે નવકાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. ૬૫
જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી જેટલે અલ્પ થાય છે, અને જે મેક્ષના સુખને સત્ય કરી આપે છે, તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મરણ કર. ૬૬
આ પ્રકારની ગુરૂએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભ ળીને તું સકલ પાપ સરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર. ૬૭
પંચ પરમેષ્ટીનું સ્મરણ કરવામાં તત્પર એ રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમાં દેવલોકમાં ઇંદ્રપણું પા . ૬૮
તેની સ્ત્રી રત્નાવતી પણ એજ પ્રકારે આરાધીને પાંચમાં કલ્પને વિષે સામાનિક દેવપણું પામી, ત્યાંથી વીને બન્ને જશે. ૬૯
આ સંવેગ ઉત્પન્ન કરનાર સેમસૂરિએ ચેલી પર્યન્તારાધનાને જે રૂડી રીતે અનુસરસે તે મોક્ષ સુખ પામશે.
પર્યન્તારાધના સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com