________________
[ ૮૬] બહાર કાઢયે તે સિદ્ધના જીવને હારી અનંતી કોડાન કોડ વાર ત્રિકાળ વંદના હો. હવે “ભાવજિણ સમવસરણુઠ્ઠા સમોસરણને વિષે વીશ વિહરમાનજી કેવા છે? તો પાંચશે ધનુષ્યની દેહ છે, સુવર્ણ સમી કાયા, એક હજાર આઠ ઉદાર લક્ષણ છે, જ્ઞાનાતિશયે કરીને સર્વે પદાર્થ જાણી રહ્યા છે, દશને કરી સર્વે ભાવ દેખી રહ્યા છે, વચનાતિશયે કરી ભવિજીવને પ્રતિબંધ કરે છે, તેથી કોઈ જીવ ણ ક્ષપકશ્રેણિ ચડે છે, કોઈ તે સાધુપણું પામે છે, કેઈ તે શ્રાવકપણું પામે છે; વળી કઈ સમક્તિ પામે છે, કોઈ તે ભદ્રકભાવને પામે છે. વળી પૂજાતિશયે કરી ભવિજીવને પ્રભુજીની પૂજા, સેવા, ભક્તિ, વંદના, સ્તવના કરવાનું મન થાય છે. તેથી પૂછ, સેવી, વાંદી, પ્રભુ સરખા પૂજનિક થાય છે, અપાયાપમગતિશયે કરીને ભવી જીવને આ ભવના ને ભવભવનાં કષ્ટ દુઃખ આપદા ટાળે છે. એ ચાર મહા અતિશય. વળી અશેક વૃક્ષ શોભે છે, પુલની વૃષ્ટિ ઢીંચણ સુધી થાય છે. પાંચ વર્ણના પુલ જલ-સ્થલનાં નીપજ્યાં વસે છે. વળી પ્રભુની વાણી એક યોજન સુધી સંભળાય છે, વળી પ્રભુજીને ચામર વીંજાય છે. વળી રત્નના સિંહાસન પર બેઠા છે. વળી ભામંડલ પૂઠે રાજે છે, આકાશે દુંદુભિ ગાજે છે. વળી ત્રણ છત્ર માથે છાજે છે, વળી બાર ગુણે સહિત છે, ચેત્રીશ અતિશયે કરી વિરાજિત છે. પાંત્રીશ વાણું ગુણે કરી રાજિત છે. આઠ પ્રાતિહાર્યો કરી શેભિત છે, અસંખ્યાતા ઇંદ્રાદિદેવોએ કરી સેવિત છે, આઢાર દેશે કરી સહિત છે. કેવળજ્ઞાન કેવળદર્શન આદિ અનંતગુણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com