Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 87
________________ [૮૪] વર્ધમાન, એ ચારે શાશ્વતા જિન મળી છનું જિનને કરૂં પ્રણામ; શાશ્વતી પ્રતિમા પાંચસે ધનુષ્યની તથા સાત હાથની છે, રત્નની છે, દિવ્ય છે, મનોહર છે, જેને દીઠે શાશ્વતાં સુખનું પામવાપણું થાય છે. જે વ્યંતર નિકાયમાં અસંખ્યાતા, જ્યોતિષિમાં અસંખ્યાતા જિનબિંબ છે, વળી ત્રણ ભુવનમાં પંદરસે ને બેંતાલીશ કોડ અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર ને એંશી શાશ્વત જિનબિંબ છે, તે સને માહરી અનંતી ક્રોડાના કોડ વાર ત્રિકાળ વંદના હેજે. વળી અશાશ્વતી પ્રતિમા આબુમાં આદીશ્વરજી, નેમિનાથજી, પાર્શ્વનાથજી, શાંતિનાથજી પ્રમુખ જિનબિંબ ઘણું છે; વળી અનંતા જીવ મુક્તિ પામ્યા, તે સવેને મહારી અનંતી કોડાન કોડ વાર ત્રિકાળ વંદના હેજે. અષ્ટાપદજી ઉપર આદીશ્વર ભગવાન દશ હજાર મુનિ સાથે મુક્તિ વર્યા. ભરત મહારાજાએ સોનાનું દહેરૂ કરાવ્યું, રત્નનાં ચોવીશ જિનબિંબ ભરાવ્યાં. ચત્તારિ અઠ્ઠ દસ દોય, વંદિયા જિણવારા ચઉવ્વીસં; પરમઠ્ઠા નિષ્ક્રિઅઠ્ઠા, સિદ્ધા સિદ્ધ મમ દિસંતુ. ૧ વળી ગૌતમ સ્વામી પિતાની લબ્ધિએ અષ્ટાપદ ઉપર ચડી, પ્રભુને વાંદી, જગચિંતામણીનું ચૈત્યવંદન કરી, તિય જુંભક દેવતાને પ્રતિબંધ કરી, પંદરસેં ત્રણ તાપસને પારણા કરાવી કેવળજ્ઞાન પમાડયું. વળી રાવણે વીણું વગાડી તીર્થકર ગોત્ર બાંધ્યું. વળી અનંતા જીવ મુક્તિ ગયા તે સર્વેને મ્હારી અનંતી કોડાન ક્રોડ વાર ત્રિકાળ વદના હેજે. વળી ગિરનારજી ઉપર નેમિનાથ મહારાજાએ એક હજાર પુરૂષ સાથે દિક્ષા લીધી, સંસારનું સ્વરૂપ ઘણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94