________________
[ce]
તેં નરકનુ નારકીપણે તીક્ષ્ણ દુઃખ અનુભવ્યું તે વ ખતે કાણુ મિત્ર હતે ? એમ માનીને શુભ ભાવ રાખા. ૫૮ સુરશૈલ ( મેરૂ પર્વત) ના સમૂહ જેટલેા આહાર ખાઇને પણ તને સંતોષ ન વળ્યા, માટે ચતુર્વિધ આહા
રા ત્યાગ કર. ૫૯
દેવ, મનુષ્ય, તિયાઁચ અને નરક, આ ચાર ગતિમાં આહાર સુલભ છે; પણ વિરતિ દુર્લભ છે, એમ માનીને ચતુવિધ આહારને ત્યાગ કર. ૬૦
કાઈ પ્રકારના જીવ સમુદાયના વધ કર્યાં વગર આહાર થઈ શકે નહિં, તેથી ભવમાં ભ્રમણ કરવાના કારણરૂપ અને દુઃખના આધાર ભૂત ચારે પ્રકારના આહારના
ત્યાગ કર. ૬૧
જે આહારના ત્યાગ કરવાથી દેવાનું ઈન્દ્રપણું પણ હથેળીમાં હોય તેવું થાય છે, અને મેાક્ષસુખ પણ સુલભ થાય છે, તે ચારે પ્રકારના આહારના ત્યાગ કર. ૬૨
જુદા જુદા પ્રકારનાં પાપ કરવામાં પરાયણ એવા પણ જીવ જે નમસ્કાર મંત્રને અંત સમયે પણ પામીને દેવપણું પામે છે, તે નમસ્કાર મ ંત્રનું મનની અંદર સ્મરણુ
કર. ૬૩
સ્ત્રી
મળવી સુલભ છે, રાજ્ય મળવુ' સુલભ છે, દેવપણું પામવું સુલભ છે, પણ નવકાર મંત્ર પામવે દુર્લભમાં દુર્લભ છે. તેથી મનની અંદર નવકાર મંત્રનું સ્મરણ કર. ૬૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com