SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ [ce] તેં નરકનુ નારકીપણે તીક્ષ્ણ દુઃખ અનુભવ્યું તે વ ખતે કાણુ મિત્ર હતે ? એમ માનીને શુભ ભાવ રાખા. ૫૮ સુરશૈલ ( મેરૂ પર્વત) ના સમૂહ જેટલેા આહાર ખાઇને પણ તને સંતોષ ન વળ્યા, માટે ચતુર્વિધ આહા રા ત્યાગ કર. ૫૯ દેવ, મનુષ્ય, તિયાઁચ અને નરક, આ ચાર ગતિમાં આહાર સુલભ છે; પણ વિરતિ દુર્લભ છે, એમ માનીને ચતુવિધ આહારને ત્યાગ કર. ૬૦ કાઈ પ્રકારના જીવ સમુદાયના વધ કર્યાં વગર આહાર થઈ શકે નહિં, તેથી ભવમાં ભ્રમણ કરવાના કારણરૂપ અને દુઃખના આધાર ભૂત ચારે પ્રકારના આહારના ત્યાગ કર. ૬૧ જે આહારના ત્યાગ કરવાથી દેવાનું ઈન્દ્રપણું પણ હથેળીમાં હોય તેવું થાય છે, અને મેાક્ષસુખ પણ સુલભ થાય છે, તે ચારે પ્રકારના આહારના ત્યાગ કર. ૬૨ જુદા જુદા પ્રકારનાં પાપ કરવામાં પરાયણ એવા પણ જીવ જે નમસ્કાર મંત્રને અંત સમયે પણ પામીને દેવપણું પામે છે, તે નમસ્કાર મ ંત્રનું મનની અંદર સ્મરણુ કર. ૬૩ સ્ત્રી મળવી સુલભ છે, રાજ્ય મળવુ' સુલભ છે, દેવપણું પામવું સુલભ છે, પણ નવકાર મંત્ર પામવે દુર્લભમાં દુર્લભ છે. તેથી મનની અંદર નવકાર મંત્રનું સ્મરણ કર. ૬૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034901
Book TitleJeetvijayji Dadagurunu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorBuddhivijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy