________________
[ ق ]
ભરણ-પોષણ કર્યું હોય, તે સર્વની હમણું હું નિંદા કરું છું. પ૦
જિનભવન, પ્રતિમા, પુસ્તક, અને ( ચતુવિધ સંઘરૂપ સાત ક્ષેત્રમાં જે ધન–બીજ મેં વાગ્યું હોય, તે સુકૃતની હું અનુમંદન કરું છું. ૫૧
આ સંસારરૂપી સમુદ્રમાં વહાણ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે સમ્યમ્ રીતે પાન્યાં હોય, તે સુકૃતની હું અનુમોદના કરું છું. પર
અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ, સાધમિક અને જૈન સિદ્ધાંતને વિષે જે મેં બહુમાન કર્યું હોય, તે સુકૃતની હું અનુમોદના કરું છું. પ૩
સામાયિકમાં ચતુવિંશતિ સ્તવન (ચાવીશ ભગવાનની સ્તુતિ) અને છ આવશ્યકમાં જે મેં ઉદ્યમ કર્યો હોય, તે સર્વ સુકૃતની હું અનુમોદના કરું છું. ૫૪
આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય પાપ એજ સુખ દુઃખના કારણે છે, અને બીજું કંઈ પણ માણસ કારણ નથી, એમ જાણીને શુભ ભાવ રાખે. પ૫.
પૂર્વે નહિ ભેગવાયેલા કર્મને ભેગવવાથીજ છૂટકારે છે, પણ ભગવ્યા વિના છૂટકારે નથી, એમ જાણીને શુભ ભાવ રાખે. ૫૬
જે ભાવ વિના ચારિત્ર શ્રત, તપ, દાન શીળ, વિગર સર્વ આકાશના કુલની માફક નિરર્થક છે એમ માનીને શુભ ભાવ રાખો. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com