________________
[૭૦ ]. ચાર શરણ ગ્રહણ કરવાં જોઈએ; દુષ્કત (પાપ) ની નિંદા કરવી જોઈએ, અને સારાં કામની અનુમોદના કરવી જોઈએ; અનશન કરવું જોઈએ, અને પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા જોઇએ. | ૩
જ્ઞાનમાં, દશનમાં, ચારિત્રમાં, તપમાં અને વીર્યમાં, એ રીતે પંચવિધ આચારમાં લાગેલા અતિચારે લેવવા જોઈએ. | ૪
સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓને વસ્ત્ર અન્ન વિગેરે ન આપ્યું હોય, અથવા તેમની અવજ્ઞા કરી હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૫ ૬ છે
પાંચ પ્રકારનાં જ્ઞાનની નિંદા કરી હોય, અથવા ઉપહાસ ( મશ્કરી) કર્યો હોય, અથવા ઉપઘાત કર્યો હોય, તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. છે ૭ |
જ્ઞાનનાં ઉપકરણ પાટી પરથી વિગેરેની જે કાંઈ આશાતના થઈ હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. આટલા
નિઃશંકા વિગેરે આઠ પ્રકારના ગુણ સહિત જે સમ્યકત્વ રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. | ૯ |
જિનેશ્વરની યા જિનપ્રતિમાની ભાવથી પૂજા કરી ન હોય, અથવા અભક્તિથી પૂજા કરી હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦
દેવદ્રવ્યને મેં જે વિનાશ કર્યો હોય, અથવા બીજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com