________________
[૩૩] ત્રિભોવનદાસને તથા તેમની સાથે બીજા બે ભાઈઓને પણ દિક્ષા આપી. ત્રિભુવનદાસનું નામ તિલકવિજયજી રાખીને સદગુરૂ શ્રી હીરવિજયજી મહારાજના શિષ્ય કર્યા. આ શુભ ટાંકણે ૧૭ સત્તર નવકારશીના જમણવાર થયા હતા. ને મહત્સવાદિ સત્કાર્યો હાઈને શાસનની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી.
માંડવીમાં દિક્ષા મહોત્સવાદિ કાર્યો.
વાંઢીયાના ચોમાસા બાદ વિહાર કરી માંડવીબંદર આવ્યા, ત્યાં શ્રેણી દામજીભાઈના માતુશ્રી મીઠાબાઇ તથા તેમના પુત્રી પાર્વતીને દિક્ષા આપવાનું મૂહર્તા આપી અઠ્ઠાઈ મહોત્સવ ચાલુ કરાવ્યું. મહા શુદિ ૧૦ ના દિક્ષા બંનેને આપી, અનુક્રમે મુક્તિશ્રી અને પ્રધાનશ્રી નામ રાખ્યા. વડી દિક્ષામાં પ્રધાનશ્રીનું નામ ચતુરગ્રી રાખીને સંઘમાં જાહેર થયું, આ સમયે ચેાથુ વ્રત, વશસ્થાનકત૫, ને પંચમી તપ વિગેરે ઘણા ભાઈ બહેને ઉચ્ચર્યા, ત્યાંથી વિહાર કરીને કચ્છ–બિદડામાં ચોમાસુ ૪૪ મું સં. ૧૯૬૮ માં થયું, ત્યાં સંઘમાં | કલેશ હોવાથી દહેરાનું કામ અટકી પડેલું તે સર્વેને સંપ કરાવીને દહેરાનું કામ ચાલુ કરાવ્યું, ત્યાંથી પુનઃ માંડવી પધાર્યા, અને શ્રીયુત શેઠ નાથાભાઈ અને તેમના પત્નિ લક્ષ્મિબાઈ ને ચોથુવ્રત ઉચરાવ્યું. આ સમયે મહોત્સવમાં સમવસરણ ની આબેહૂબ રચના કરી હતી. શેઠશ્રીએ તથા સંઘે હજારે કેરી ખર્ચા હતી. આ સર્વે સંઘની ફરજ અને ભક્તિ પ્રકાશી નીકળ્યા હતા, તે પણ
ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com