________________
[૫૫] કરીને દાદાજીને ભેટવાને શ્રી સિદ્ધાચલજી તિર્થરાજે ૫ધાર્યા. દાદાજીના દર્શન ભાવ સ્તુતિથી કરીને પ્રમોદ પામ્યા ત્યાં ટાણા ગામના સંઘે ચોમાસુ લઈ જવા વિનંતી કરી. તેથી શ્રીમાન પં. તિલકવિજયાદિ ૪ ઠાણાનું ચોમાસુ ૩૧ મું ટાણામાં સત્કાર્યોવડે સં. ૧૯૧ માં થયું. હવે મહારાજ સાહેબ સાથે કેટલાક સાધુઓએ શહેર પાલીતાણામાં માસુ (૩૧ મું સં. ૧૯૧) કર્યું. ચોમાસુ ઉતરે પન્યાસ વિગેરે પાલીતાણે આવી ગુરૂને શાંતિ વિશેષ અપવા “શાંતિભુવન ” માં ઉતરી ગુરૂજનોને વંદન કર્યું. ને પછીના દિવસે દાદાશ્રી આદિશ્વર ભગવાનને ભેટવાને શ્રી શેત્રુંજયની યાત્રા કરી માનવભવ સફળ કર્યો.
પાલીતાણામાં ચોમાસું રહેવાને નાની ટેલીના નેતા વગે જણાવ્યાથી પણ રહ્યા કહીએ, ચોમાસા દરમ્યાન
દિક્ષા ઉપધાનાદિ શુભકાર્યો. પાવડવાળા ભાઈ હાલચંદ શકતાચંદને દિક્ષા આપીને સુજ્ઞાનવિજજી નામ રાખીને શ્રી શાંતિવિજયજીના શિષ્ય જાહેર કર્યા બાદ વિવિધ તપસ્યા, ઉપધાન, પૂજા આંગી, પ્રભાવના સારા થયા હતા. પયુંષણામાં માસ્તર લાલચંદ ગણેશ (શ્રેયસ્કર મંડળના મુનિ મ.) ને ઘેર ઘેડીયા પારણું લીધું હતું. તેમણે પણ આ શુભકાર્યમાં તેમના સુપત્નિએ અઠ્ઠાઈ તપ કર્યો હતો. ને લગભગ ૧૦૦ રૂનો સદ્વ્યય કર્યો હતે. તે સર્વ આ ગુરૂવર્યોના મહાન શિતળ પ્રભાવને પ્રતાપ !! એમ મુનિ મંડળનું ૩ર મુ ચોમાસુ શ્રી સિદ્ધાચળમાં સં. ૧૯ર નું થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com