Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ IMANI NINI NINI ANNNNNNANAPATIKANANANANANANANAANNNN 感尪尪愈想愈想愈尪尪尪尪想尪尪尪尪尪尪定 “સૌરાષ્ટ્ર દેશ પૂજામાં સમર્પણ કર્યો હતો” અને ત્યારથી સૌરાષ્ટ્ર પણ દેવદેશ તરીકે વિશ્વમાં વિખ્યાતી પામ્યો. ભરત રાજા પછી મુખ્ય મંદીરના અનેક વખત જીર્ણોદ્ધાર થયેલ છે. અને વિક્રમાબ્દ સુધીમાં બાર મોટા જીર્ણોદ્ધાર (મંદીર તોડી નવું મંદીર બંધાવવાની ક્રિયાઓ રૂપ) થયાછે. જેમાંના છેલા જીર્ણોદ્ધાર રામચંદ્ર અને પાંડવના હતા. આ અરસામાં આ તીર્થપર બાહુબલી, નમી, વિનયી, ચર્ચા આદિ ૬૪ વ્હેનો, દ્રાવીડ, વારીખીલ, શાંતિનાથપ્રભુના પુત્ર ચક્રાયુધના સ્નેહી, કચ્છ મહાકચ્છના વંશજો જટાધારીઓ, પુંડરીકસ્વામી, સાગરભુની, ભરતમુની, આદિત્ય યશા, સોમયશા, નારદ, વસુદેવપત્ની વિગેરે અનંતા પુરૂષો ને સ્ત્રીઓ મોક્ષપદ પામ્યા છે. તેમજ અજીતનાથ અને શાંતિનાથ પ્રભુએ ચોમાસુ કર્યું હતું એટલે ઉત્તરોત્તર આ તીર્થમાં અનેક શુભ પ્રવૃત્તિઓએ નટવૃત્તિ જમાવી હતી. વિક્રમાદિત્યનો સમકાલીન કાંપીલ્યપુરનો ભાવડ નામે નિર્ધનવણિક રહેતો. જેણે તપન અને વિક્રમાદિત્યની પ્રસન્નતાથી મધુમતિ (મહુવા) નગરી પ્રાપ્ત કરી તેમજ તેને ભાવલા નામે સ્ત્રીથી ત્રણ પુત્ર સાંપડયાં. પ્રથમના બે બાલકો બાલ્યકાલમાં મૃત્યુ પામ્યા હતા. કિન્તુ તૃતીય પુત્રરત્ન જાવડ દીર્ઘાયુષી હતો. જાવડે ઘેટી (હાલ પાલીતાણેથી બે ગાઉ છે) ના શુરવણિકની પુત્રી સુશીલા સાથે સંસારચક્રની ગાંઠ બાંધી હતી. ત્યારપછી દૈવવશાત્ મધુતિ પર પાણી ફરી વળ્યું જેથી જાવડને મોગલના અનાર્ય પ્રદેશમાં જવાની ફરજ પડી. આ અરસામાં મોગલપ્રદેશના તક્ષશીલા (ગીજની) ને વિષે જાવડને ગુરૂદેવનો સમાગમ થયો. અને તે આચાર્યના ઉપદેશથી જાવડ જાણી શક્યો કે પોતાના હાથેજ શત્રુંજયતીર્થનો ઉદ્ધાર થશે. તેમ જાણીને ગીજનીના છત્રપતિ જગમલ્લની અનુજ્ઞા લઈને ધર્મચક્રની પ્રતિમા લાવીને પોતાના કુટુંબ સાથે આવી મધુમતિમાં નિવાસસ્થાન લીધું. સદ્ભાગ્યના યોગે ચતુર્દશપૂર્વધારી વજસ્વામી તથા પોતાના ગુમ થયેલા લક્ષ્મીના વહાણો પણ તેજ દિવસે મધુમતિમાં આવી પહોંચ્યા. ત્યારપછી પ્રભુ વજસ્વામીના અમુલ્ય ઉપદેશથી શત્રુંજયનો સંઘ કાઢી-નવીન કપર્દીયક્ષની સહાયથી સંવત ૧૦૮ માં જાવડશાહે શત્રુંજયનો તેરમો ઉદ્ધાર કરાવ્યો. સંઘપતિ જાવડશાહ અને સુશીલા (જયતિ) આ બન્ને પુણ્યાત્માઓ શુદ્ધધ્યાનથી શત્રુંજય ઉપરજ પુદ્ગલથી મુક્ત થઈ ચોથા (૩) મમમમમમમમમમમમમ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78