Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 66
________________ SPIRAREARERSERERRRRRRRRRIS છે તે પ્રતિમાને બહાર કાઢી સાત દિવસના જન્મેલ વાછડાથી જોડેલ રથમાં હું બેસારીને તું સારથિ બનીને સારે સ્થાને લઈ જા. પણ યાદ રાખજે કે ઇચ્છિત સ્થાનમાં પહોંચ્યા પહેલાં પાછું વાળીને જોઇશ નહીં. રાજાએ પ્રભાતે જાગી તેજ પ્રમાણે કર્યું, પણ કેટલેક દૂર જતાં સંશય આવ્યો કે પ્રતિમાજી પછવાડે રથમાં આવે છે કે નહીં? એમ ચીતવી જરાક પછવાડે દષ્ટિ ફેરવીને જોયું તો જોતાં વાર જીનમૂર્તિ આકાશમાં સાત હાથ ઉંચી સ્થીર થઈ ગઈ અને ગાડું આગળ ચાલ્યું ગયું. આ વખતે આ બીબ એટલું અધ્ધર હતું કે જેની નીચેથી બેઢા સહિત પનીયારી ખુશીથી ચાલી જાય. રાજા તો આવું સ્વરૂપ જોઈ વિસ્મય પામ્યો અને પોતાની ભુલ માટે પસ્તાવા લાગ્યો. પછી અહીં શ્રીપુર નગર વસાવી (સીરપુરમાં) સંઘ દ્વારા નવું જીનમંદિર કરાવી મલ્લવાદી અભયદેવસૂરિના હાથે સંવત ૧૧૪૨ના મહા સુદ ૫ રવિ વિજયમુહુર્તે બીબની સ્થાપના કરી. આ પ્રમાણે શ્રીપાલ રાજાએ ઘણા કાળ સુધી તે બોંબની અર્ચના-પૂજા કરી, અને તે વખતથી અંતરિક્ષ તીર્થ સ્થપાયું છે. અત્યારે પણ આ પાર્શ્વનાથજીનું બીબ ભૂમિથી ?િ સ્ટેજ ઉંચે નીરાધારપણે રહેલ છે, જેની નીચેના ભાગમાં સહેલાઇથી આરપાર કપડું જઈ શકે છે. દક્ષિણના પ્રવાસીયો આ તીર્થનો લાભ લેવાનું ચુકતા નથી. FLEISUREIRINEUERERIRALLERESIRETIRRERIERRRRRRRIER x પ્રક્ષેપ-શ્રી વિજયદેવસૂરિના શિષ્ય ભાવવિજયજી ગણીને આંખે પડલ ણ વળી ગયા હતા, તેથી ગુરૂની આજ્ઞાથી તેઓ પાટણ રહ્યા હતા, જેને શાસનદેવીએ અંતરિક્ષ પાર્શ્વનાથનો પ્રભાવ સ્વમામાં કહી સંભળાવ્યો, જેથી તેઓ પાટણથી એક નાનો સંઘ કઢાવી સીરપુર આવ્યા, અને અઠ્ઠમ કરી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા, અને પશ્ચાત્તાપ કરતાં તેઓના નેત્ર ઉઘડી ગયાં-પડલ ઉતરી ગયા. જેથી જે ભાવવિજયજી ગણીએ સંઘને ઉપદેશ આપી નવું જીનમંદિર તૈયાર કરાવી ફરી સંવત ૧૭૧૫ ચૈત્ર સુદ ૬ ને રવિવારે અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી છે. ભોંયરામાં માણીભદ્રના સ્થાન માં શ્રી વિજયદેવસૂરિ અને શ્રી ભાવવિજયગણીની ચરણપાદુકા મોજાદ છે. (૫૩) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78