________________
grerererererereeeeeeeeeeeeeeeeee
મારવાડનું જીરાપલ્લી
એક દીવસે બ્રાહ્મણ ગામના ધાંધલ નામના શ્રાવકે સાંભળ્યું કે હંમેશાં એક ગાય દેવીત્રી નદીની ગુફામાં પોતાનું દુધ ઝરી આવે છે, તેથી આ સ્થાનમાં પ્રભાવ છે. એમ જાણી તેની બધી માહિતી પોતાના મિત્રોને-સંઘને કહી સંભળાવી, અને થોડા દિવસ પછી ધાંધલ વિગેરે વ્યવહારીયા ત્યાં આરાધના કરવા બેઠા. તેઓને અધિષ્ઠાયક દેવે સ્વપ્રમાં કહ્યું કે- “અહીં જિનબિંબ છે, તેને તમો જીરાપલ્લીના મહાવીરમંદિરમાં સ્થાપજો” વ્યવહારીયાઓએ બીજે દીવસે તે મૂર્તિ બહાર કાઢી, અને સંવત્ ૧૧૦૯ માં જીરાપલ્લી (જીરાવલી) માં તેની પ્રતિષ્ઠા કરી.
એક દીવસે જાવાલના શીખોએ જીરાવલીને ઘેરો ઘાલ્યો, પણ હારીને નાસી જવું પડ્યું. તેથી કેટલાક જાવાલીઓને એમ લાગ્યું કે, અમારી હાર એ થવાનું કારણ દેવત્ર ગુફાવાળી મૂર્તિ છે, તેથી તે મૂર્તિનો નાશ કરવો છે. જોઈએ. આ પ્રમાણે ચીંતવી રાત્રે જિનમંદિરમાં પેસી તેમણે મૂર્તિ ઉપર લોહી છાંટયું, તથા તે મુર્તિના નવખંડ (નવ કટકા) કરી નાસી ગયા.
બીજે દિવસે સવારે આ બનાવ દેખી સર્વને ખેદ થયો, જેથી અધિષ્ઠાયક થિ દેવે ઘાંધલને જણાવ્યું કે--તે ખંડ નવશેર ચંદનનથી ચોટાડી સાત દિવસ હું મંદિર બંધ રાખશો તો ઠીક થઈ જશે. આ પ્રમાણેના દેવવચનથી સંઘે પણ
તેમજ કર્યું. છ દિવસ સુધી તો દેવાલય ઉઘાડયું નહીં. પણ સાતમે દિવસે કોઈક મહાસંધ યાત્રા કરવા આવવાથી દેવમંદિર ઉઘાડવાની જરૂર પડી,
ત્યારે સર્વ જણે ઉત્સુકતાથી જોયું તો નવે ખંડો બરાબર ચોંટી ગયા હતા, છે પણ તેની સાંધો સ્પષ્ટ દેખાતી હતી.
આ તરફથી જાવાલમાં અનેક ઉત્પાત થવા લાગ્યા. તેથી ત્યાંના રાજાએ પોતાના સૈનિકોની ભૂલના પ્રાયશ્ચિત્તરૂપ જીરાપલ્લીમાં આવી માથું મુંડાવ્યું. હું ૧ અત્રાગત્ય નૃપોયચેતૂ, સ્વશિરો મુંડયિષ્યતિ (ઉપદેશ સમિતિકા)
(૬૧). ಇನನನನನನನನನನಿಸನಿಸನಿನಿಯನನನನನನನ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org