Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 76
________________ SERRESTRENAR ER સિદ્ધપુર. સુલતાન અલ્લાઉદીન ખુનીએ રૂદ્રમાળનો નાશ કર્યો ત્યારે તેણે સિદ્ધપુરના પાર્શ્વનાથનું મંદિર તોડવાનો ઈરાદો રાખ્યો હતો, પણ ભોજકોએ અલ્લાઉદીન બાદશાહની હાજરીમાં દીપક રાગ ગાઈ ૧૦૮ દીવા પ્રગટાવ્યા, અને તેજ વખતે એક સર્પ પ્રગટ થયો જે સુલતાન સામે જઈ બેઠો. આ ચમત્કારથી સુલતાને મૂર્તિ તોડવાનું મોકુફ રાખ્યું, અને “આ દેવ તો બાદશાહના બાદશાહ જે સુલતાન છે” એમ કહી ચાલતો થયો. ત્યારથી આ પાર્શ્વનાથનું “સુલતાન પાર્શ્વનાથ” એવું નામ જગજાહેર થયું. સાંપ્રત કાળમાં આ તીર્થનો પ્રભાવ મંદ પડતો જણાય છે. અંતિમ સૂચના. આ તીર્થોનો ઇતિહાસ અવલોકતાં સમજી શકાય છે કે, દરેક પવિત્ર સ્થાનોમાં ઉચ્ચદશાના આદર્શ રૂપ જિનપાદુકા કે જિનમૂર્તિઓની સ્થાપના થયેલ છે. જૈનાગમ પ્રમાણે જિનમૂર્તિનો આદિકાળ શોધી શકાય તેમ નથી, જ છે તેમજ તીર્થપ્રબંધોના કથન પ્રમાણપણ મૂર્તિની રચના અમુક વખત થયાંજ છે શ થયેલ છે એમ કહેવું અશક્ય છે. મળી શકતા પ્રાચીન શિલાલેખો એટલું તો થિ નિર્વિવાદ સિદ્ધ કરે છે કે, મહાવીર નિર્વાણ પછીના ત્રેવીસમા વર્ષથી અત્યાર સુધી જેનોમાં મૂર્તિપૂજા સ્થાયીપણે મનાયેલ છે, પરંતુ તેઓથી પણ વધારે પ્રાચીન શિલાલેખો નહીં મળી શકવાથી એમ તો ન જ કહેવાય કે તેની પૂર્વે જેનોમાં મૂર્તિ પૂજા નહીં હોય. કેમકે શિલાલેખો તો આધુનિક સંશોધકોના આગમો છે, પણ ગણધરપ્રણીત દ્વાદશાંગી વિગેરે ગ્રંથો તો તે શીલાલેખો કરાવનારના પણ આગમો હતા, અને આગમોનો સાર જ અત્યાર સુધી જિનમૂર્તિની ઉપાસના જૈનના શ્વેતાંબર અને દિગંબર એમ બન્ને ફીરકામાં છે પ્રચલિત છે. (૬૩) WWWWWWWWWWWWWગળવાઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78