________________
Z N N N N N NNNNNNNN N N N N N N N N N N N N N N N N N N N NI NINI NI NINI
P R R R R R P R R P R R R R R R R R RE NIPPIPIRRRRRRRRRK
ચૌદમી સદી સુધી જિનમૂર્તિની વિશાળ સંખ્યા હતી, પણ મુસલમાની યુગમાં તે સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો, જેથી જૈનાચાર્યોએ પોતાનું લક્ષ્ય તે તરફ દોડવ્યું હતું, અને જે જે સ્થાને મૂર્તિની જરૂરી જણાઇ તે તે સ્થાને નવી મૂર્તિઓ સ્થાપી જુના તીર્થોને કાયમ કર્યા છે. આ કારણને લીધે પ્રાચીન તીર્થોમાં પણ સોળમી-સત્તરમી સદીના શિલાલેખો વધુ પ્રમાણમાં જોઇ શકાય છે.
વળી આજ અરસામાં મૂર્તિપૂજક જૈનોમાંથી મુસલમાની અસરથીજ હોયની શું ! એમ મૂર્તિને નહિં માનનાર એક વર્ગ નીકળ્યો છે, અને તેનો આદિ પુરૂષ એક ઋષિ હોઇ લોકાગચ્છમાંથી જુદો પડેલ છે. આ વર્ગનું નામ ‘ઢુંઢક (શોધક) જૈન” એવું છે, તેઓ માત્ર મૂર્તિને માનતા નથી-મૂર્તિને દર્શાવનારા આગમપાઠો તરફ ઉપેક્ષા કરે છે, પણ જેમ મુસલમાનો મસીદના પાષાણમય સિંહાસનને માને છે, ક્રિશ્ચિયનો લાકડાના ક્રોસને પૂજે છે, આર્યસમાજીસ્ટો દયાનંદ સરસ્વતિની છબીને નમે છે, તેમ તેઓ પણ સીમંધરસ્વામીવાળી દિશાને તથા લાકડાની પાટને નમસ્કાર કરે છે. કદાચ જૈન તીર્થોમાં પણ જાય છે, તથા પોતાના ધર્મના પ્રવર્તક આદિ પુરૂષના નિવાસસ્થાનને તીર્થ તરીકે માને છે. એકંદરે જૈનો આ હરકોઇ તીર્થો દ્વારા આત્મપ્રગતિનો લાભ મેળવે છે.
(૪)
Jain Educationa International
G C R P R R R R R R R R R R R R PPPPPPP
IN N N N N NR
For Personal and Private Use Only
www.jainelibrary.org |