________________
RRRRRRRRRRRRRRRRRRRRRRR
આજ અરસામાં જયાનંદસૂરિના ઉપદેશથી ઉપકેશગોત્રી શા ખીમસિંધે કરહડામાં પાર્શ્વનાથ પ્રભુનો પ્રાસાદ કરાવ્યો હતો. વળી શ્રી ધર્મઘોષસૂરિના હું ઉપદેશથી ક્ષેત્રપાલને પ્રસન્ન કરી સં. ૧૩૪૦માં ઝાંઝણકુમારે તેનો જીર્ણોદ્ધાર છે કરી સાત માળનું શિખરબંધી મંદિર બંધાવ્યું હતું. આ પ્રાસાદ જીર્ણ થવાથી તે તીર્થને પ્રસિદ્ધિમાં મુકવા ત્યાંના વતનીઓ સારી કાળજી રાખે છે. કરહડા ગામ ચિત્તોડ અને ઉદેપુરની મધ્યમાં છે.
કાપરડા પાર્શ્વનાથ
જોધપુર તાબે ફલોધી પાસે કાપેડા ગામ છે. ત્યાંના કરડાના ઝાડ નીચે ભુમિમાં એક પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ હતી, જેના પ્રતાપથી જોધપુરના જેતારણ શેઠની લોઢાની બેડીઓ તુટી ગઈ હતી, જેથી તારણ શેઠે ત્યાં સંવત્ ૧૬૭૫માં નવું મોટા થાંભલાવાળું ચાર મજલાનું શીખરબંધી જિનમંદિર બંધાવી તેમાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. આ મંદિરમાંથી બાજરગઢ જવાય તેવું છ ગાઉનું ભોંયરૂ છે.
મારવાડમાં એક એવી માન્યતા છે કે, જે વર્ષે કાપરડા પાર્શ્વનાથના મંદિરના શિખર ઉપર મોર બેસે તે વર્ષે દુકાળ પડે. આ તીર્થ પણ આ કાળમાં પૂર્ણ પ્રભાવશાળી મનાય છે.
ભોપાવર
અહીં ગામથી દુર વૃક્ષની ગીચ ઝાડીમાં એક જીર્ણ મંદિર છે, જેમાં દશ ફુટ છે ઉંચી શાંતિનાથ પ્રભુની ચમત્કારી મૂર્તિ છે. જેનો શરીરનો ભાગ ત્યાંની ભુમિ અને
મંદિરના રંગમંડપની સપાટીથી નીચાણમાં છે, જેથી મસ્તકનો ભાગ માત્ર ઉપર સ હોવાથી દર્શન કરનારને તુરત જોઈ શકાય છે. આ મંદિરના ગભારામાં ઘણી વાર થિ એક શાંત શ્વેત સર્પ બેસી રહે છે, જે કોઈને જરાપણ અડચણ કરતો નથી એમ છે ત્યાંના યાત્રિકો કહે છે.
(૬૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org