Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 71
________________ SIERRRRRRRESERRESTRERTERS જે સંઘ કરાવેલ છે, આ શીલાલેખ પણ ત્યાં મોજુદ છે. જે એક કાળે નાડોલ અને નાડલાઈ બન્ને ગામો એક હશે, પણ અત્યારે Sી તો આ બન્ને ગામમાં ત્રણ કોશનું આંતરૂં પડી ગયેલ છે, અને નાડલાઇની એ પેઠે નાડોલ પણ પ્રાચીન તીર્થ છે. રાણકપુર | મારવાડમાં જોધપુર તાબે સાદરીથી ત્રણ ગાઉ દુર એક વિશાલ ચોગાનમાં કેટલાક જિનમંદિરોનો લત્તો છે. અહીં પ્રથમ રાણકપુર નગર હતું. પંદરમી સદીમાં રાણકપુરમાં ૩૦૦૦ શ્રાવકોના ઘર હતા, અને તેજ પ્રમાણમાં બીજી વસ્તીના ઘરો હશે. અત્યારે ત્યાં જીનમંદિરનો કિલ્લો બાદ કરીએ તો મનુષ્યોને જે નિવાસ કરવા યોગ્ય એક પણ ઘર નથી. એક દિવસે ત્યાંના ધરણ ઓસવાળે સ્વપ્રમાં નલીનીગુલ્મ વિમાન જોયું હતું, તેથી તેણે રાણકપુરમાં સ્વધ્રામાં જોયેલ વિમાન જેવો ૧૪૪૪ થાંભલાની ભુલવણીવાળો નકશીદાર ચોવીશ રંગમંડપવાળો બે મજલાનો ચતુર્મુખી કૈલોકયદીપક પ્રાસાદ કરાવ્યો, અને તેમાં ચાર સૂરિ, નવ ઉપાધ્યાય, તથા ૫૦૦ સાધુના પરિવાર સાથે પધારેલ સોમસુંદર સૂરિના હાથે સં. ૧૪૯૬ માં ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ વખતે ત્યાં ગોહીલ રાજ્ય તપતું હશે, કેમકે શિલાલેખમાં બપ્પવંશ તથા ગોહિલવંશના ૪૦ પેઢીના રાજાઓની નામાવલી આપેલ છે. આ મંદિરના બીજા મજલા ઉપર પણ ચોમુખજી છે, જ્યાં સંવત ૧૫૦૧ થી ૧૫૦૮ સુધીના શિલાલેખો છે. ફરતી ભમતીમાં ૮૪ દેરીઓ છે, જેમાં સંવત ૧૫૪૮ થી ૧૫૫૬ સુધીના શિલાલેખો છે, અહીં એક સાડાત્રણ હાથની મહાવીર પ્રભુની મૂર્તિ 8 છે, જેની ઉપર સં. ૧૬૫૧ મ. શુ. ૧૦નો ઉલ્લેખ છે. (૫૮) ನನನನನನನನನನನನನನನನನನನನನನನನ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78