________________
SPARRRRRRRRRRTERRANEARERS છે ઍ જોઇને તે વૃત્તાંત વાદિદેવસૂરિને કહી સંભળાવ્યો. સૂરિએ પણ તે સ્થાને છે
જીનબીબ હોવાનું જણાવ્યું. જેથી પાસિલે તે ભૂમિ ખોદાવી એક પાર્શ્વનાથનું બીંબ બહાર કાઢયું, અને સારા સ્થાનમાં પધરાવી તેની નિત્ય ઉપાસના કરવાનું શરૂ કર્યું.
તે બીંબ પાસે મુકેલા ચોખા હમેશા સોનાના થઈ જતા હતા. કેટલાક દિવસ સુધી એમ ચાલ્યું, પણ એક દીવસે આ ધનપ્રાપ્તિની વાત પોતાના આગ્રહી પુત્રને જણાવતાં જે સોનાના ચોખા થતા હતા તે દેવપ્રભાવ બંધ થયો. ત્યાર પછી પાસિલે પોતાની પાસે ભેગા થયેલ સ્વર્ણાક્ષતથી નવું જીનમંદિર તૈયાર કરાવી વાદિદેવસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિના હાથે સં. ૧૨૨૧ મહાશુદિ ૬ દિને મહાન ચૈત્યપ્રતિષ્ઠા કરી હતી. વળી શ્રી સોમસુંદર સૂરિજી તો લખે છે કે સં. ૧૨૭૪ ફલોધિમાં મહાપ્રતિષ્ઠા મહોત્સવ થયો
હતો.
મુલનાયક સિવાયની આ મંદિરની ઘણી મુર્તિઓ શ્રી હીરવિજયસૂરિ, | વિજયસેનસૂરિ અને વિનયસુંદર ગણિના વખતમાં ભરાવેલ છે.
નાડુલાઈ,
મારવાડમાં સાદરી પાસે નાફુલાઈ ગામ છે, તે નગરની પૂર્વ તરફ સોનગરા ચોહાણનો બંધાવેલ જાના કિલ્લાનો ખંડેર છે. આ કિલ્લાની જેકલ છે ટેકરીને જૈનો શત્રુંજય પર્વત સમાન પવિત્ર માને છે. ચોહાણ કિલ્લામાં સર્વ છે પ્રકારનો જેનોનો હક છે, તથા અહીં જૈનોનું આદિનાથનું પુરાણું મંદિર છે. આ મંદિર માટેનો હેવાલ નીચે લખ્યા મુજબ આશ્ચર્યજનક મળી શકે છે. જે
એવું બન્યું છે કે ખંડેરકગચ્છી યશોભદ્રસૂરિ અને એક કાપાલિક યોગીએ પોતપોતાની મંત્રશક્તિ અજમાવવા માટે એવી હરીફાઈ કરી કે મારવાડના પાલાણી ખંડમાંથી (ખેડ નગરથી) પોતપોતાના ઇષ્ટદેવના મંદિર ઉપાડીને નાડુલાઈ લઈ આવવા, અને જે પોતાના મંદિરને સવાર થતાં પહેલાં
(૫૬) ತನನನನನನನನನನನನನನನನನನನನನನನ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org