________________
peણણણણણણણણaધ્યયણણણણણણણણણ છે જેકલ ટેકરી ઉપર પ્રથમ સ્થાપન કરશે તેની જીત થઈ જાણવી. યશોભદ્રસૂરિ છે { આદિનાથનું મંદિર લઈ આકાશમાં ચાલવા લાગ્યા. કાપાલીક યોગીએ પણ
તપેશ્વરનું મંદિર ઉપાડી માર્ગ કાપવો શરૂ કર્યો. બન્ને હરીફો નાડુલાઈ પાસે આવતાં કાપાલિક આગળ નીકળી ગયો, અને નાડુલાઈની ટેકરી ઉપર ચડવા તૈયાર થયો, એટલે યશોભદ્રસૂરિએ કુકડાનો શબ્દ કર્યો, આ શબ્દ સાંભળી કાપાલિક ચમકયો તથા ભ્રમમાં પડ્યો કે શું સુર્યોદય થઈ ગયો?. આ પ્રમાણે વિચાર કરતાં મંત્રવિદ્યાનો વેગ મંદ પડવાથી યશોભદ્રસૂરિ તેની સાથે થઈ ગયા, અને તેજ વખતે સૂર્યોદય થવાથી બન્ને મંદિરો ટેકરી નીચે સ્થપાયા છે. આ દંતકથાના પુરાવામાં નાડુલાઈના લોકો એક દોહરો બોલે છે કે -
“સંવત દશ દાહુતરૂં, વદીયા ચોરાશી બાદ; ખેડ નગરથી લાવીયા, નાડુલાઈ પ્રાસાદ. | ૧ |”
સોહમકુલ પટ્ટાવલીમાં ઉપલી બીનાને મળતો અધિકાર છે, તેમજ કવિ શ્રી લાવણ્યવિજયજી મહારાજ પણ લખે છે કે, આ મંદિર સંવત ૯૫૪માં યશોભદ્રસૂરિ મંત્રશક્તિથી બીજે સ્થાનેથી લઈ આવેલ છે.
તે સૂરીશ્વરે આજ વખતે નાડુલના વતની ચોહાણ રાવલ લાખણના વંશના ચોહાણોને ચુસ્ત જૈન બનાવ્યા હતા, અને તે ચોહાણ જૈનોનું “ભંડારી” ગોત્ર સ્થપાયું હતું. યશોભદ્રસૂરિના મુખ્ય શિષ્ય શાલિસૂરિ પણ ચોહાણ વંશના હતા. અત્યારના મારવાડના બધા ભંડારીઓ પોતાના પૂર્વજ તરીકે રાવલ લાખણને અને આદિ જૈનગુરૂ તરીકે શ્રીયશોભદ્રસૂરિને માને છે.
આદિનાથના મંદિરના શીલાલેખ ઉપરથી એવું મળી શકે છે કે, યશોભદ્રસૂરિના શિષ્ય ઈશ્વરસૂરિના ઉપદેશથી આ મંદિરનો જીર્ણોદ્ધાર મંત્રી સાયર ભંડારીએ કર્યો હતો. ત્યાર પછી બીજા બે જીર્ણોદ્ધારો પણ ભંડારી ગોત્રમાંથી થયાનું ઇતિહાસ જાહેર કરે છે.
છેલ્લો જીર્ણોધ્ધાર મહારાણા જગતસિંહના રાજ્યમાં સં. ૧૬૮૬ વે. છે શુ. ૮ શનિવાર અને પુષ્ય નક્ષત્રમાં શ્રી વિજયદેવસૂરિના ઉપદેશથી નાદુલાઈના
(૫૭)
PERSPERRRIERERERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org