________________
GRRRRRRRRRRRRRRRRRRRRRRAS
મંદિરની નીચેના ભાગમાં ઘણા ભોંયરા છે. જેમાં ઘણી જિનમૂર્તિનો છે સંગ્રહ કાળજીથી સાચવી રખાય છે.
મંદિરમાં એક અધુરો સ્તંભ છે, તેને માટે એવી કિંવદંતી છે કેચિત્તોડના રાજાએ ઘરણના રૈલોકયદીપક પ્રાસાદની હરીફાઇથી આ સ્તંભ બાંધવાનો પ્રારંભ કર્યો હતો, પરંતુ તેમ બની શક્યું નહીં અને સ્તંભ અધુરોજ રહ્યો છે.
૫૦૦ વર્ષ પહેલાં આવા હરીફથી શોભતું રાણકપુર ક્યારે ક્યા કારણથી નાશ પામ્યું તે સમજી શકાતું નથી. પણ એ તો માની શકાય છે કે ત્યાંનો પ્રજાવર્ગ પાસેના ગામડાઓમાં ચાલ્યો ગયો છે, કેમકે ધરણનો પરિવાર રાણકપુરથી નીકળી ઘાણેરાવમાં વસવાટ કરી રહ્યો છે, અને અત્યારે પણ તેના પરિવારના માણસો ઘાણેરાવમાં છે.
રાણપુરમાં દર વર્ષે ચૈત્ર વદી ૧૦ દિને મેળો ભરાય છે ત્યારે જિનમંદિરનો ધ્વજાદંડ ધરણના પરિવાર તરફથી ચડાવાય છે.
રાણકપુરના રૈલોકયદીપક પ્રાસાદનો જીર્ણોદ્ધાર શ્રીહીરવિજય સૂરીશ્વરના 8િ ઉપદેશથી સંવત્ ૧૬૪૭ માં થયેલ છે.
મંદિરના ચોકની બહાર નેમિનાથ અને પાર્શ્વનાથના બે નવાં મંદિરો શું છે, જેમાંથી એક ખરતરગચ્છના શ્રાવકે કરાવ્યું હોય એમ લાગે છે. પાર્શ્વનાથની
પ્રતિમામાં કમઠનો ઉપસર્ગ, જળધારા અને નાગેઢે ઘારેલ છત્ર અદ્ભુત શોભાને આપે છે. આ બન્ને મંદિરમાં પાંચ ભોંયરા છે.
( કરહડા)
ઇ.સ. પૂર્વે ર૯૨માં થયેલ સંપ્રતિ રાજાએ લાખો નવા જિનાલયો કરાવ્યા હતા, તેમાંથી ૯૦૦ જિનપ્રાસાદોનો જીર્ણોદ્ધાર વિક્રમબ્દ ૮૬૧માં જે જ્ઞાનભંડારના સ્થાપક શ્રી જયાનંદ સૂરિના ઉપદેશથી થયો હતો.
(૫૯).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org