________________
SERRRRRRRRRRRRRRRRRANTY
આઠ ગુરૂવર્યોની પાદુકા કરાવી છે, તથા શાભાઇએ દિપસંઘની સહાયથી (દોશી) સંઘની તુષ્ટિ માટે ધર્મશાળા બંધાવી છે આ પ્રશસ્તિ શ્રી કલ્યાણકુશળ ગણિ શિષ્ય પં. દયાકુશળ ગણિના શિષ્ય લખી છે શ્લોક ૧-૧૫
૨ સંવત ૧૬૭૮ ફાગણ શુદિ ૯ શનિવારે ઋષભજનની પાદુકાની પ્રતિષ્ઠા શ્રી વિજયદેવસૂરિ રાજ્ય કલ્યાણકુશલ ગણિના હાથે દીવબંદરવાસી કાકા દોશી ભાર્યા હીરાદેના પુત્ર મદનકે કરેલ છે.
આ લેખ મંદિરની જમણી બાજુ છત્રાકારે મંદિર છે, જ્યાં ઉપર રાયણનું વૃક્ષ છે, અને તે મંદિરના મધ્યમાં સ્તુપ છે, તેની ઉપર કોતરેલ છે.
પના મધ્યમાં ઋષભદેવ ભગવાનની પાદુકા છે. પુર્વાદિ ચાર દિશામાં ૧ આનંદવિમલસૂરિ, ૨ વિજયદાનસૂરિ, ૩ શ્રી વિજયહીરસૂરિ, અને ૪ વિજયસેનસૂરિની પાદુકા છે. તથા અગ્નિ વિગેરે વિદિશામાં ૧ મેહમુનિ ૨ જૈ તત્વકુશળજી ૩ ઋષિવરજી અને ૪ ઉપાધ્યાય વિદ્યાસાગરની પાદુકા છે.
૩ ચીંતામણી પાર્શ્વનાથના બીબ ઉપર સંવત ૧૩૪૩ના મહાવદી રને શનિવારની પ્રતિષ્ઠા કર્યાનો લેખ છે.
૪ બે કાઉસગ્ગીયા બીબો ઉપર સંવત ૧૩૨૩ના જેઠ વદિ ૮ ગુરૂવારે ઉદયપ્રભસૂરિના પટ્ટાલંકાર મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે.
૫ એક ૩૫ રતલના ભારવાળા પુરાતની પીત્તલના ઘંટા ઉપર “શ્રી અજારા પાર્શ્વનાથજી સં. ૧૦૧૪ શા રાયચંદ જેચંદ” એવા અક્ષરો કોતરેલા
૬ એક બીજા ઘંટ ઉપર નીચે મુજબ લેખ છે.
“સંવત ૧૬દર વર્ષે અશાડ શુદિ ૨ ઉનાવાસ્તવ્ય શ્રી ઉજાવંશજ્ઞાતિ કાવતરા જગમાલ ભાર્યા બાઈ ટબકાઈ પુણ્યાર્થે ઘંટાકા. પત્રિકા લાલબાઈ રિંભા હી.”
(૫૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org