Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 65
________________ GRAR RESURRRRRRRRRRRRRRRTS ચૌદ વાર જીર્ણોદ્ધાર થવા છતાં મુળ પાર્શ્વનાથની મુર્તિ જ્વલંત પ્રતાપ પાથરી રહી છે. આ પ્રતિમાને હમણાં લાલ લેપ કરાવ્યો છે, જેમા લેપ કરનારે બેહદ આસ્થા-કાળજી રાખેલ છે. અજયનગરની પ્રાચીનતાને ચોતરો, દોઢસેક વાવો, તદન વિચિત્ર છે અજયવૃક્ષો, હળવું પાણી, પાર્શ્વનાથની મુર્તિ, ઘંટ, ભગ્નાવશેષ મુર્તિઓ, છે અને શાંત વાતાવરણ સારી રીતે પૂરવાર કરે છે. (લેખકનું મંતવ્ય છે કે, આ ખરેખર આ સ્થાનમાં શંખેશ્વર પાર્શ્વનાથનો પડછંદો-પ્રતિકૃતિ છે. અંતરિક્ષજી એક દીવસે રાવણના કહેવાથી માલી અને સુમાલી વિમાનમાં બેસીને કયાંક જતા હતા. તેઓને ચાલતાં ચાલતાં બપોરનો વખત થયો, એટલે આહાર લેવા માટે પોતાનું વિમાન વરાડ દેશમાં નીચે ભૂમિ ઉપર ઉતાર્યું. તે બન્નેને જીનપૂજા કર્યા વિના ભોજન નહીં કરવાની ટેક હતી, જેથી તેઓ 8િ નિરંતર જીન પ્રતિમાને સાથે જ રાખતા હતા. પણ આજે ઉતાવળથી જીનબીંબને સાથે લેવાનું ભૂલી ગયા. જેથી તેમણે ભોજન અવસરે ગાયના છાણ સાથે વેળુની નવી પ્રતિમા બનાવીને તેનું પૂજન કર્યું, અને સાંજે પોતાનું કાર્ય કરવા માટે આગળ ચાલ્યા. તે પ્રતિમા દિવ્યપ્રભાવથી અખંડ રીતે મજબુત-ઘટ્ટ બની ગઈ, અને તેના પ્રભાવે સરોવરનું પાણી પણ અખુટ ને નીર્મલ રહેવા લાગ્યું. છે એક દીવસે બીંગલપુરનો કોઢીઓ શ્રીપાલ રાજા ત્યાં આવી પહોંચ્યો, છે એ તેને તે સરોવરના જલના પાનથી રોગ શાંતિ થઇ, જેથી “આ સરોવરમાં છે કાંઈક પ્રભાવ છે” એમ સમજી તેણે ધૂપદીપથી દેવારાધન કર્યું, અધિષ્ઠાયક એ દેવે શ્રીપાલને સ્વધામાં જણાવ્યું કે અહીં ભાવિજીને શ્રી પાર્શ્વનાથની મુર્તિ છે. (પર) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78