Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 63
________________ TRANSPARENTARARRERRRRRRR જ અજારા ગામ અત્યારે નાનું છે, તેની આસપાસની ભુમિમાં અનેક { જીનમૂર્તિ તથા શાસન દેવ-દેવીની ખંડિત મૂર્તિઓ નીહાળાય છે. ગામના છે આ પાદરમાં ચક્રેશ્વરી કે પદ્માવતીની મૂર્તિ છે, જેને લોકો પાદ્રદેવી (પાદરદેવી) છે તરીકે પૂજે છે અને માનતા માને છે. ગામની નજીકમાં અજયપાળનો ચોતરો છે અને એક કૃત્રિમ તળાવ છે. બાદશાહી વખતમાં અહિં ચોતરામાં-તળાવની પાળમાં પાંચ જીનમંદિરોની મૂર્તિ સંતાડવામાં આવી હતી, જ્યાં આજુબાજુ ખોદકામ થતાં જીનમૂર્તિઓ મળી આવે છે. સંવત્ ૧૯૪૦ માં આ સ્થાનેથી બાવીશ જીનમૂર્તિ અને યક્ષયક્ષીણીના પરિકરવાળા સંવત્ ૧૩૨૩ માં પ્રતિષ્ઠાયેલ બે કાઉસગીયા મળી આવ્યા છે. વળી અજયપાળનો ઓટલો ખોદતાં શ્રીમાળી હરિયાળે માતા મહાનીના કલ્યાણ માટે સં. ૧૩૪૩માં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ક્યનો લેખ (ભા. પ્રા. શો. ૧ નં. ૧૧૫) મળી આવ્યો છે, તેમજ ત્યાં ખોદકામ થતાં બીજી ઘણી મૂર્તિઓ અને શીલાલેખો મળી આવવાનો સંભવ છે. અજારા પાર્શ્વનાથના મંદિરમાં નીચે મુજબ શીલાલેખો મળી શકે છે - ૧ સંવત ૧૬ ૬૭ ના વૈશાખ શુદિ ત્રીજ રોહીણી અને મંગળવારે ઉનાનિવાસી શ્રીમાળી જીવરાજ દોશીના પુત્ર કુંઅરજી દોશીએ દીવના સંઘની સહાયથી વિજયદેવસૂરિની વિદ્યમાનતામાં આ પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરેલ છે. (આ જીર્ણોદ્ધાર ચૌદમો છે*) તથા દોશી મદને ઋષભદેવ ભગવાન અને * પરિકરવાળું ચીંતામણી પાર્શ્વનાથનું બીંબ સંવત ૧૯૩૬માં ગામની પાસેની સીમમાંથી મળ્યું હતું, તથા નીચેના લેખો મળી આવ્યા છે. ૧ સંવત ૧૩૪૩ માં લાખણના દિકરા વીરમના દિકરા વાસણે પાર્શ્વનાથ એિ પ્રભુની સ્થાપના કરી (નં. ૧૧૧) ૨ વિક્રમ સંવત ૧૩૪૬માં લાખણના પુત્ર વીરમના દિકરા વાસણે પાર્શ્વનાથની મુર્તિ કરાવી (નં. ૧૧૪). | વિક્રમ સંવત ૧૬૭૭માં પાર્શ્વનાથનો ૧૪મો જીર્ણોદ્ધાર શ્રાવકોએ કરાવ્યો. (સંવત ૧૯૪૨માં છપાયેલ ભાવનગર પ્રાચીન શોધ સંગ્રહ ભાગ ૧ પરિશિષ્ટ લેખ નં. ૧૧૨) આ લેખ રંગમંડપની દક્ષિણ તરફની દીવાલમાં ચોડેલ છે તેની છે મુળ કોપી લેનારે બહુ ભુલ કરેલ છે) (૫૦) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78