Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 62
________________ ઉપર પ્રમાણેની આકાશવાણી સાંભળી તરતજ રત્નસારે માણસો દ્વારા છે પ્રતિમા સમુદ્રમાંથી કાઢી બહાર લીધી,જેથી સમુદ્ર પણ શાંત થઈ ગયો, અને હું અનુકુળ પવનના યોગે તે વહાણ દ્વીપબંદર જઈ પહોંચ્યું. અજયપાલે પણ મહોત્સવથી પ્રતિમાને નગર પ્રવેશ કરાવ્યો. પછી રમણીય સિંહાસન બનાવી તે ઉપર કલ્પવૃક્ષના સંપુટ મૂકી તેમાંથી પ્રતિમાને બહાર કાઢી, તો પરિકરવાળી પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા દેખવામાં આવી. રાજાએ હર્ષ સહિત તે બોંબને નમસ્કાર કર્યો, જેના પ્રભાવથી રાજાનો રોગ પણ શાંત થઈ ગયો. ત્યાર પછી અજયપાલે અજયનગર વસાવી તેના મધ્યમાં ભવ્ય જીનપ્રાસાદ કરાવી તેમાં તે રત્નસારે આપેલ બોંબની પ્રતિષ્ઠા કરી હતી. અને મંદિરના ભોગવટામાં દશ ગામ સાથે અજયનગર સમર્પણ કર્યું હતું, જેની ત્રિકાલ પૂજાથી રાજાને દિવસે દિવસે કલ્યાણની વૃદ્ધિ થતી હતી. આ વખતે સૌરાષ્ટ્રમાં તેના ગોત્રનો વજપાણિ રાજા ગીરીદુર્ગ (જુનાગઢ) માં રહેતો હતો, તે પણ અજયનગરમાં આવ્યો, આ રાજાના શાસનમાં બે તીર્થો હતા જેથી અજયપાલે વજપાણિનો બહુ સત્કાર કર્યો. છ માસ ત્યાં રહી સિદ્ધગરિની યાત્રા કરી અજયપાલ રાજા સાકેતપુરમાં ચાલ્યો ગયો. અજયપાળ (અનરણ્ય) રાજાને અનંતરથ નામે મોટો પુત્ર હતો, તેને પૃથ્વી” રાણીથી દશરથ નામે પુત્ર થયો, જે રાજા રામચંદ્રના પિતા તરીકે જગમાં પ્રસિદ્ધ થયેલ છે. આ અજયપાર્શ્વનાથનું અત્યારનું પ્રચલિત નામ “અજારા પાર્શ્વનાથ” આ છે,જે કાઠિયાવાડ દ્વીપકલ્પની દક્ષિણે દીવ થી ચાર કોશ અને ઉનાથી એક કોશ પાસે આવેલ છે, જેના ભોગવટામાં અત્યારે છ વીઘા જમીન જળવાઈ { રહી છે. (૪૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78