________________
PRIPIR
V N N N N N N N N N N N N N N N N N N N
ધર્મશાળા તૈયાર કરવામાં આવેલ છે, તેમ ચારે બાજુ કીલ્લો પણ કરી લીધેલ છે.મંદીરની લંબાઇ ૧૫૦ ફુટ, પહોળાઇ ૮૦ ફુટ, અને ઉંચાઇ ૩૮ ફુટ છે. મંદીરમાં ૨૧૮ થાંભલા છે, બન્ને બાજુ અગાશી છે, આગળના ભાગમાં સુંદર કમાનો છે, અને કમાનો ઉપર આબેહુબ મહોરા ગોઠવવામાં આવેલ છે. મંદીરનું સમારકામ સં. ૧૯૨૦ માં દેશલિ (દેશલપુત્ર) પ્રાગમલજીના રાજ્યમાં થયેલ છે. તથા સં. ૧૯૩૯ ના મહાશુદિ ૧૦ દિને માંડવી નિવાસી મોણશી તેજશીની પત્ની બાઇ મીઠીએ પણ સામારકામ કરાવેલ છે. આ મંદીરની સોનેરી રંગરોગાનની કારીગરી પ્રશંસા કરવા લાયક છે.
સુથરી
ભદ્રેશ્વરથી થોડાએક કોશ દુર સુથરી ગામ છે. તે પણ પાર્શ્વનાથનું પુરાણું તીર્થ છે. ત્યાંના નીવાસીઓ આ પાર્શ્વનાથ પ્રભુને દ્યુતકલ્લોલ પાર્શ્વનાથ'' એવા નામથી ઓળખે છે. આ નામ પડવાના કારણમાં એવું કહેવાય છે કે સુથરીના ઉદેશીશાહ નામના નિર્ધન શ્રાવકે અધિષ્ઠાયક દેવના સ્વપ્ર પ્રમાણે એક માણસ પાસેથી રોટલાના પોટલાને બદલે પાર્શ્વનાથ પ્રભુની મુર્તિવાળુ પોટલું ખરીદ્યું અને પછી તે પ્રતિમાને ઉદેશીશાહે રોટલાના ગોંખ (ભંડારીયા)માં ગોઠવી દીધો.
ઉદેશીશાહને તો રોટલાનો ગોખલો અખુટ થઇ ગયો. આ વાતની કોઇ યતિરાજને ખબર થતાં તેણે ઉદેશીને પ્રતિબોધ કરી તે મુર્તિ ઉપાશ્રયમાં પધરાવી, પરંતુ રાત્રિ પડતાંજ તે મૂર્તિ ઉદેશીશાહના ગોખમાં આવી સ્થીરતાને પામી. હવે યતિરાજે પણ એક દેરી બંધાવી સંઘની સમ્મતિથી તેમાં જીનમુર્તિને પધરાવી, અને આનંદઉત્સવ ઉજવાયો, જેમાં સંઘવાત્મ્યમાં એક કુડલામાંથીજ એટલું બધું ઘી નીકળ્યું કે જે જોઇ દરેકને આશ્ચર્ય થયું, અને કુડલામાં હાથ નાખી તપાસ કરી તો તે જીનમુર્તિ કુડલામાં ઈંખવામાં આવી. આથી લોકોએ તે કુડલાનો કાંઠો કાપી તે પાર્શ્વનાથની મૂર્તિને બહાર કાઢી “ધૃતકલ્લોલ પાર્શ્વનાથ” એવા નામથી મોટા મહોત્સવપૂર્વક જીનમંદીરમાં પધરાવી.
IIIIIIIIIIIIIIII
For-Personal and Private Use Only
Jain Educationa International
A N N N N N NNNÄÄNNIN
www.janelibrary.org