Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ RRRRRRRRRRRRRRRRRRRRRRIS છે ૨,૯૭,૦૦૦૦૦ બે ક્રોડ સત્તાણું લાખ નાણકનો (તે વખતનું ચલણી નાણું) ખર્ચ { થયો હતો. અને વાગભટ્ટ શત્રુંજયની તળેટીમાં પાર્શ્વનાથના મંદીરથી શોભતું વાહડપુર નગર વસાવ્યું તથા દેવપૂજામાં ૨૪ ગામ સર્મપણ કર્યા. આ પ્રમાણે ચૌદમો ઉદ્ધાર વાગભટ મંત્રીએ કરાવ્યો. ત્યાર પછી મુસલમાની યુગમાં મુળનાયક ઋષભદેવ ભગવાનની પ્રતિમા સંતાડી દેવામાં આવી હતી. આ સમકાલીનમાં પાટણ નિવાસી સમરાસારંગે નવ લાખ ટકા વ્યય કરી નવલાખ બંધીવાનોને છોડાવ્યા હતા. તેથી સમરાસાની પ્રતિષ્ઠા બાદશાહ પાસે સારી જામી હતી. બાદશાહ તે સમરાસાને મામો (કાકા) કહી બોલાવતા હતા. અનુકુળતા પ્રાપ્ત થયે છતે સંવત ૧૩૭૧ (ઇસ-૧૩૧૪) માં રત્નાકરસૂરિના ઉપદેશથી સમરાસારંગ (OFJ.R.H.R.C.E.S.S.) ઓસવાલે અહીં પંદરમો ઉદ્ધાર કરાવ્યો. શ્રી રત્નાકર સૂરીયે પરિગ્રહના પ્રાયશ્ચિત્તમાં અહીં શ્રેયાશ્રિયાં એ શ્લોકથી રત્નાકર પચ્ચીસી બનાવી. ત્યાર પછી સં. ૧૪૬૨ માં ગજનીનો બાદશાહ આવ્યાથી સમરાશાયે પ્રતિષ્ઠિત કરેલ જનબિંબને ત્રણ પોહોર સુધી ચક્કસરીયે ગુમ કરેલ હતું વલી વિક્રમની સોલમી સદીમાં આ મંદીરનો ઉદ્ધાર કરવાની જરૂર પડી. આ વખતે પાલીતાણાના રાજ્યની માલીકી કુંભાજીનો પુત્ર સમરસિંહ તેનો પૌત્ર રાજમલના પુત્ર રતનસિંહને હસ્તગત હતી.' ત્યારે વિનયમંડન પાઠકના ઉપદેશથી અને આનંદવિમલસૂરિના હાથે સં. ૧૫૮૭ ના વૈશાખ વદી છઠ્ઠને દિવસે ઓસવંશી કોઠારી તોલાશાહના પુત્ર ચિત્તોડના પ્રધાન કરમાશાહે નવું જીનબીબ સ્થાપી સોલમો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જેના શીલાલેખનો તરજુમો આ પ્રમાણે છે. ગુજરાતના બાદશાહ બહાદુરશાહના અરસામાં સંવત ૧૫૮૨ (સન ૧૫૨૫) વર્ષે રાજ્યના દિવાન મુજાદખાનના આડત્યા દોશી કરમાશાહે આ મંદિરમાં બાંધકામ શરૂ કરેલ છે. આ કરમાશાહનો ઉદ્ધાર શત્રુંજય પર્વત (ચિત્રકોટ નારનોર ઉપર) ઉપર સોલમો છે” ૧. પાલીતાણાની ગાદી થોડા વર્ષ થયાંજ ત્યાં સ્થપાયેલ છે. છે તે પહેલાંતે રાજ્યનું ગાદીનગર ગારીયાધાર (ગીર્યાધાર પર્વતના આશ્રયવાલુંઆ પર્વતના આધાર માટે સ્થપાયેલું) હતું. આજીજીઆઇજીજીઆજીજી આજીજી ww.athelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78