________________
C P P P P P P P P P P P P P P P P P P R કર્નલટોડ કહે છે કેઃ અંગારશા નામે એક ફકીર હતો. તેના તાબામાં પાંચ ભૂતો હતા. તે અંગારશા મરી ગયા પછી પૂજામાં હરકત કરવા લાગ્યો. જેની શાંતિ માટે ડુંગરના એક ભાગમાં તેની કબર સ્થપાઇ છે. બીજી વાત ઇ. સ. ૧૩૦૦ પછી અલ્લાઉદીનના રાજ્યકાલમાં પોતાનું રક્ષણ કરવાને આ કબર ઉભી કરી હોય એમ પણ સંભવે છે. કેમ કે દિલ્હી બાદશાહનો ભત્રીજો ગોરીબેલમ પાલીતાણાનો ઠાણદાર હતો ત્યારે હેંગાર હૈયાત હતો એવી દંતકથા ચાલે છે. (આ હેંગાર મૃત્યુ પામી તીર્થ સંરક્ષક દેવ થયેલ છે)
એક યાદી એવું જણાવેછે કે અણહીલપુર નિવાસી શ્રીમાલી અડાલજા ભાણસીની રૂપવતી સ્ત્રી કોડાઇને, ચિથા શેરશાહે જનાનામાં રાખી હતી. તે પાદશાહ સં ૧૫૮૨ પછી શત્રુંજય મહાત્મ્ય સાંભળી પાલીતાણે આવ્યો હતો, અને તે સૈન્યને નીચે રાખી એક રાત્રે છાની રીતે કોડાઇ અને ચામરધારી અંગારશાહને લઇ ડુંગર ઉપર ચડી ગયો હતો. કોડાઇયે પોતાના પીર તરીકે ૠષભદેવના દર્શન કર્યા અને શેરશાહને જણાવ્યું કે આ બેઠેલા મારા દેવ પીર છે. શેરશાહે તેની પાસે સુવર્ણમહોરનો ઢગલો કર્યો. આ બનાવથી અંગારશાને દ્વેષ થયો કે “સ્ત્રીના પ્રેર્યા શેરશાહે કાફીરપણું અંગિકાર કર્યું અને પુતળાને પગે લાગ્યો'. એટલે શેરશાહ અને કોડાઇ ચાલી ગયા પછી તેણે ગુર્જરશસ્ત્ર ફેકી ૠષભનાથની મૂર્તિની આશાતના કરી. “પણ તીર્થરક્ષક દેવ કોપશે તો મારો ચુરો કરી નાખશે' એવા ભયથી નાસવા લાગ્યો; ને સરતચુક થઈ જવાથી પગ લપસતાં દેવાલયના દ્વારે અથડાઇ મૃત્યુ પામ્યો અને પીર થયો. પીર થયા પછી તેના જાણવામાં આવ્યું કે આ તીર્થ બહુ પ્રભાવિક છે, ને ઉપાસના કરવા લાયક છે તેથી તીર્થ યક્ષોને કહ્યું કે હું તીર્થરક્ષામાં તમોને મદદ કરીશ. અસુરના ઉપદ્રવ વખતે મને માનતા કરવાથી ઉપદ્રવ દૂર કરીશ.આવા ભક્તિ ભર્યા વચનથી પસંદ થઇ તીર્થદેવોએ તેને નિવાસ સ્થાન આપ્યું. આ દરગાહ ત્યારથી હૈયાતિમાં આવેલ કહેવાય છે.
ઉપર કહેલ નવે ટુંકની ભૂમિ આરસ, પત્થર તથા ચુનાના ધાબાથી બાંધેલ છે. આમાં વિવિધ રચનાથી શોભાયમાન દરેક સ્થાનો, લાખો રૂપિયા ખરચાયાના
ચચચચAAAAAAAAAAA
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org