________________
A N N N N N NNNNÄÄNNNNNNNNNN
અત્યય યયયયalla
હતી. જેથી ગીરનારની ઘણી મૂર્તિયો ઓગણીશમી સદીના મધ્યાન્ત કાલની છે આ દરેક મંદિરો એક સપાટ મેદાન ઉપર રહેલા છે.
ત્યાંથી આગળ ચાલતાં થોડેક દુર ગોમુખીગંગા આવે છે. આ સ્થાન જૈનાનું હશે એમ ત્યાંના શીલાલેખો પુરવાર કરે છે. પણ અત્યારે તો વૈષ્ણવતીર્થ તરીકે વધારે પ્રસિદ્ધિ પામેલ છે.
તેની ઉપર ત્રીજા ચડાવમાં (ત્રીજી ટુંકમાં) નેમીનાથ પ્રભુની પાદુકાછે.
આગળ ચાલતાં નીચાણમાં ચોથી ટુંક આવે છે જેમાં સં. ૧૨૪૪ ની પ્રતિષ્ઠાનો લેખ મોજુદ છે.
પાંચમા ચડાવે(પાંચમી ટુંકે) નેમનાથની પાદુકા તથા મુર્તિ છે ત્યાં ચોક નીચેના ભાગમાં સં.૧૧૦૮ મા વર્ષનો મોટો શીલાલેખ છે.
વળી આ ટુંકમાં નેમનાથ પ્રભુના મુખ્ય શિષ્ય દત્ત (વરદત્ત) મોક્ષપદ પામ્યા છે. તેની પાદુકા “દત્તાત્રયી’”ની પાદુકા તરીકે પૂજાય છે.
ત્યાંથી આગળ ચાલતાં છઠ્ઠી ટુંક રેણુકા શીખર અને સાતમી કાલિકા ટુંક આવે છે.
તેમજ આ પર્વત ઉપર કેટલીક પવિત્ર ગુફાઓ અને નીરીક્ષણિય ભુમીકાઓ છે. જે પૈકીના પ્રસિદ્ધ સ્થાનો અધ્યાત્મયોગી ચીદાનંદજીના ગુરૂભાઇ કપુરચંદજીની ગુફા, ગધ્ધેસિંગનો ડુંગર, તાંતણીયોધરો, ૮૪ સિદ્ધની ટેકરી (ટગમગીયો ડુંગર), અશ્વત્થામાપર્વત, સહસ્રામ્રવન, ભરતવન, વિગેરે વિગેરે છે.
Priev
(૨૧)
સમય
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org