Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ @@@@@@@@@@@@@@@@@@@@@@@@@ ઉપજનું તમામ નાણું ખરચી અહીં સુંદર જીનમંદિર બંધાવ્યું. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહે સાજનદેવ પાસેથી સૌરાષ્ટની આવક માગી.જ્યારે સાજનદેવે ભીમકુંડલીઆ (ભીમ કુંડવાળો) પાસેથી રાા કરોડ સોનૈયા લઈ સિદ્ધરાજ જયસિંહ પાસે જઈ કહ્યું. મહારાજ, આપના સોનૈયાથી જીન ભુવન બનાવ્યું છે માટે તેનું પુણ્ય સંપાદન કરો અથવા આ રેરા કરોડ સોનૈયા ગ્રહણ કરો'. રાજાએ પ્રેમપૂર્વક જીનભવન બનાવ્યાનું પુણ્ય અંગીકાર કરી તે સોનૈયા ભીમકુંડલીઆને પાછા સોપ્યા. આ ભીમ કુંડલીઆના સોનૈયાથી આ ટુંક તથા ભીમ કુંડ થયેલ છે. તેમજ ટુંક બંધાવવામાં મેલકશા પંચ તથા ચંદ રાજાએ પણ ધન વ્યય કર્યો છે એમ કહેવાય છે. મેરકવરી ટુંકની ભમતીની કોરણી તથા કારીગરી જોવાલાયક છે. તથા પ્રતિમાજીની અલૌકીક મુદ્રા સોનાની કોરણીમાં સોનાના તાર આંગલીયો અને નખ સહિત આબેહુબ દેખાય છે. ત્યાર પછીની સગરામ સોનીની ટુંકમાં ૩૭ જીનબીબો છે. તેમાં મૂળ નાયકની નવી પ્રતિષ્ઠાપના સં. ૧૫૮૯ ની છે. ગીરનારના સર્વ જીનભુવન કરતાં આ મંદિર બહુ ઉંચું છે. કુમારપાલ મંદિરની સમરામણ ક્રિયામાં ગરોલી ધરમશી હેમચંદના હાથે થયેલ છે. તેની પાસે વસ્તુપાલ તેજપાલની ટુંક છે. જેના વચલા રંગમંડપમાં વસ્તુપાલે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી છે એવો લેખ છે. પણ મૂળનાયકના પદ્માસનમાં સં. ૧૩૦૬ના વૈશાખ શુદિ ત્રીજ અને “બાહડ મંત્રીની” નોંધ છે. વળી ગીરનાર પવર્ત ઉપર અષ્ટાપદ, સમેતશિખર અને શત્રુંજયના મંદિરો પણ વસ્તુપાલ અને તેજપાલે કરાવ્યાં છે. વસ્તુપાલની ટુંક પાસે એક પત્થરમાં ડુંગરની ૩૧૦૦ ફુટની ઉંચાઇનો લેવલનો આંક ખોદાવેલ છે. તેના પાસે છત્રપતિ સંપ્રતિરાજાની ટુંક નજરે પડે છે. આ સંપ્રતિરાજા ઇ. સ. પૂર્વે મગધની ગાદી ઉપર થઈ ગએલ છે. જે ચુસ્ત જૈન હતો. જેને બૌદ્ધ ગ્રંથો “સંપદિ” નામથી ઓળખાવે છે. તે રાજાના સંબંધમાં એક એવી માહીતિ મળેલ છે કે સંપ્રતિરાજાએ અહીં પાંચ જીન ભુવન બંધાવ્યાં હતાં. જેમાનું એક મંદિર સંપ્રતિની ટુંકના મધ્ય ભાગમાં હતું. આ ભૂમિનું સં. ૧૯૩૩માં ખોદ કામ કરતાં કેટલીક મધ્યમ કાલની જીન મૂર્તિઓ છે (૧૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78