________________
SANSKRATTAROSSERRESTRE
તારંગાજી.
આ તીર્થ મહેસાણાથી ૨૦ માઇલ દૂર આવેલ ટીંબા ગામ પાસેની ટેકરી પર છે. જ્યારે શત્રુંજયની તળાટી વડનગર, (આનંદપુર) પાસે હતી ત્યારે આ ટેકરી તારગીરિ (શત્રુંજયના ૧૦૮ નામ પૈકીનું એક નામ) ના નામથી શત્રુંજયની સાથે જોડાયેલ હતી, અને તેથી જ સિદ્ધશિલા, કોટિશિલા,મોક્ષનબારી, વિગેરે સ્થાનો આ ટેકરી પાસેની ટેકરીઓમાં જ છે.
જ
કાળાંતરે આ ટેકરીમાં જૈનતીર્થનો લોપ થયો હશે, જેથી કેટલાક એમ માને છે કે પ્રથમ (ગુર્જરસમ્રાટ કુમારપાળ પૂર્વે) આ ભૂમિમાં બૌદ્ધોના ધામો હશે, અને તેથીજ આ ભુમીએ “જૈનતીર્થ તરીકેની નીમણુક” પરમહંત ગુર્જરસમ્રાટુ કુમારપાળ રાજાની પ્રાયશ્ચિત શુદ્ધિમાં ફરીવાર સંપાદન કરેલ છે. તેનો વિગતવાર ઇતિહાસ આ પ્રમાણે છે.
માંસભક્ષણનો નિયમ કર્યા પછી ગુર્જરપતિ કુમારપાળને કોઈક વસ્તુ ખાતાં જ માંસભક્ષણનો સ્વાદ આવ્યો. જેથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિના ઉપદેશથી તેણે આ પાપની શુદ્ધિ માટે તારંગા પર્વત ઉપર બાવન દેવકુલીકાવાળો બત્રીશ માળનો પ્રાસાદ કરાવ્યો. જેમાં મધ્યસિંહાસન ઉપર ૧૨૫ અંગુલ ઉચી અરિષ્ટનેમિરત્ન (પ્રવાલ) થી બનાવેલી ઋષભદેવપ્રભુની મૂર્તિ સ્થાપી. જોકે આ મંદીર બહુ ઉંચુ થવાથી એકવાર પડી ગયું હતું, પણ પાછળથી બીજીવાર કેટલાક માળ મજલા બનાવી તે ઉપર “કેગના” ચોકઠા ગોઠવી બત્રીશ માળ પુરા કરેલ છે, છતાં તેની ૮૪ ગજની ઉંચાઈ જોનારને આશ્ચર્યમાં ગરકાવ કરે છે. આબુની કોરણીની પેઠે “તારંગાની ઉંચાઈ” પણ વિશેષતાનો નમુનો છે.
આ મંદીરમાં વાપરેલ “કેગર” લાકડાં એવી સ્થીતિના છે કે જેને અગ્નિનો ઉપદ્રવ થતાં તેમાંથી પાણી છુટે છે, ન માલુમ આ લાકડા તે વખતમાં કયાંથી મેળવ્યા હશે?
(૩૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org