Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 48
________________ SORERASESTRARRESTRESS ત્યાર પછી ચારસો વર્ષ સુધી આ મંદીરમાં કાંઈ નવીન ફેરફાર થયો નહીં, છે પરંતુ પંદરમી સદીના મધ્યમાં અંધાધુંધિ (અસુરોપદ્રવ)નો પ્રસંગ આવી પડતાં એ કુમારપાળ રાજાયે સ્થાપેલ પ્રવાલના જીન બીબને ભોંયરામાં ભંડારવાની જરૂર પડી હતી. જેથી સં. ૧૪૬ર લગભગમાં દેવસુંદરસૂરિના ઉપદેશથી રાયખંડી વડાલી વાસ્તવ્ય ઓ. વૃ. શાહ ગોવીન્દ તારંગા પર્વત ઉપર અજીતનાથના નવીન બીબની પ્રતિષ્ઠા કરી હતી. ત્યારથી અત્યાર સુધી ઘણાં યાત્રીકો તે તીર્થમાં પવિત્રતાના પાઠને શીખતા આવ્યા છે. મૂળમંદિરની ઉત્તર, દક્ષિણ, અને પૂર્વમાં, સિદ્ધશિલા, કોટિશીલા અને મોબારીની ટેકરીઓ છે, જ્યાં નાની નાની દેરીઓમાં જીનમૂર્તિ બેસાડેલ છે. ઝોલીકા વિહાર રાજાધિરાજ કુમારપાલે શત્રુંજયનો સંઘ કાઢયો ત્યારે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિની જન્મનીજ જગ્યાએ ધંધુકામાં ઝોલિકાવિહાર ચૈત્ય બંધાવ્યું હતું. તથા પાદપરામાં એક મુશકવિહાર બંધાવ્યું હતું. વળી મંત્રી આદ્મભટે પણ ખંભાતમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિના તથા ગુર્જરપતિકુમારપાળના મેળાપને સ્થાને એક ચૈત્ય બંધાવ્યું હતું, આ ત્રણે સ્થાનના ઉલ્લેખો સિવાય બીજી કાંઈ બીના મળી શકતી નથી. ભોયણી / મહેસાણા અને વિરમગામની વચમાં ભોયણી ગામ છે. ત્યાંના કેવળ પટેલ છેસં. ૧૯૩૦ના મહા શુદિ ૧૫ ને શુક્રવારે પોતાના ખેતરમાં કુવો ખોદાવતા હતા. હું કેટલોક ઉંડો ખોદાતાં તે કુવામાંથી સંગેમરમરની એક મલ્લીનાથ પ્રભુની મૂર્તિ અને ૪ બે કાઉસગ્ગીયા એમ ત્રણ મૂર્તિ નીકળી. આ બનાવની કુકાવાવ નિવાસી ત્રિભુવનદાસને ખબર થતાં તે મૂર્તિને લેવાને ત્યાં આવી પહોંચ્યો. કડીના શ્રાવકો પણ આવ્યા (૩૫) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78