________________
SSSSSSSSSSSSSSSSSS શું પાર્શ્વનાથની મૂર્તિ બનાવી હતી. ઘણો કાળ જતાં ઇદ્ર, કૃષ્ણ, (લંકા સાધનામાં) છે રામે, ધરણેન્દ્ર, સમુદ્રના અધિષ્ઠાયક દેવે અને કાંતિપુરના ધનદત્તે આ મૂર્તિની પૂજા કરી હતી, અને પછી નાગાર્જુનને તેના પ્રભાવની પીછાણ થઈ હતી, જેથી સિદ્ધમંત્ર નાગાર્જુને પણ વિક્રમના કાળે આ મૂર્તિની ઉપાસના દ્વારા રસસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કાળાંતરે આ મૂર્તિ ઉપર ઘુળના પડ ચડી ગયા હતા.
બારમી સદીના આદિ ભાગમાં નવાંગી વૃત્તિકાર શ્રીમાન્ અભદેવસૂરી ગુજરાતમાં વિચરતા હતા, તેમને શરીરે કોઢ નીકળ્યો હતો. તેને શાસનદેવીયે સં. ૧૧૧૯માં એક પાત્રીય સ્વપ્રમાં કહ્યું કે તમે આ નવ સુતરના કોકડા ઉકેલજ્યો. આમ કહેતાં સાથે દેવીયે સૂરિને નવ કોકડા સોંપ્યા. વળી દેવીયે જણાવ્યું કે-સ્તંભનક (થાંભણા) ગામમાં સેઢી નદીને કાંઠે પલાશના ઝાડ નીચે થોડી ચીકણી ભૂમિ છે. જ્યાં હંમેશા કપિલા ગાયનું દુધ ઝરે છે, તે
સ્થાને પાર્શ્વનાથ પ્રભુની પ્રભાવશાળી મૂર્તિ છે, જેને મમ્મણ વ્યવહારિયાયે હિં બનાવેલ છે, અનેક ભવ્યોયે પૂજેલ છે, અને જેના દ્વારા નાગાર્જુને રસસિદ્ધિ
સંપાદન કરેલ છે. તે મૂર્તિના દર્શનથી તમારા રોગની શાંતિ થશે એટલે તમે સુખેથી નવ કોકડા ઉકેલી શકશો.
સવાર થતાં અભયદેવસૂરિ સંઘની સાથે દેવીયે દર્શાવેલ સ્થાને ગયા, અને તેની સન્મુખ ઉભા રહી સ્તુતિ કરવા લાગ્યા. સોળ શ્લોકો થતાં તે ભૂમિમાંથી સર્વાગ સંપૂર્ણ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રકટ થઈ બહાર નીકળી આવી. ત્યાર પછી અભયદેવસૂરિયે “પચ્ચખ' શબ્દથી આરંભીને બીજા સોળ શ્લોકો દ્વારા ફરી સ્તુતિ કરી હતી. આ બત્રીશ શ્લોકવાળું જયતિહુયણ સ્તોત્ર કહેવાય છે. આ મૂર્તિના પ્રભાવથી સૂરિના રોગની શાંતિ થઈ અને તેજ વર્ષથી લોકો તેની યાત્રા કરવા આવવા લાગ્યા. આ વખતે જૈનોના છે આગમ સૂત્રો પૈકી અગીયાર અંગોમાંથી બે અંગોની ટીકા મળી શકતી હતી
અને બીજા નવ અંગસૂત્રોની સ્પષ્ટ ભાવવાળી ટીકા કરવાની આવશ્યકતા છે છે હતી. જેથી સં. ૧૧૨૦થી શ્રીઅભયદેવસૂરિજીયે નવ અંગની ટીકા રચવાનો છે
(૪૧)
UERRERRERRRRRRRRRRRERETIRRURERIERREIRRITUR
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org