________________
RRRRRRRRRRRRRRRRRRRRRRR
સંવત્ ૧૯૭૯ના માગશર વદી પને દિને અહિંના દંડી સન્યાસીએ છે દેવી સ્વમાથી પ્રેરાઈ તે દેવસ્થાનકવાળી જમીનનું ખોદાણ કામ કરાવ્યું,
જેમાંથી એક સંપ્રતિ રાજાના વખતની ચાર ફુટ ઉંચી શાંતિનાથની મુર્તિ ચાર કાઉસગ્ગીયા અને ઈદ્ર ઈદ્રાણીના બે જોડલાં મળી આવ્યા છે, અને ત્યારથી આ સ્થાન તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે.
ભોયણી, પાનસર, સેરેયા, કલ્લોલ અને વામજ એ ભોયણીજીની પંચતીર્થીના ગામો ગણાય છે.
ભિીલડીયો
ડીસાની પશ્ચિમમાં આઠ કોશ દુર ભીલડી ગામ છે, જેનું સંસ્કૃત નામ (તાલીમ) ભીમપલ્લી હતું. આ નગરની ઉત્પત્તિ માટે એવી દંતકથા ચાલે છે કે ઇ. સ. પૂર્વે ૬૦૦ વર્ષે રાજગૃહનો રાજકુમાર શ્રેણિક પીતાથી રીસાઈ પરદેશ ફરવા નીકળ્યો હતો, ત્યારે તે ત્રંબાવતીમાં એક ભીલકુમારીના પ્રેમમાં પડ્યો હતો. જે પ્રેમની યાદી માટે ભીલડી એવું નામ પડેલ છે, અને તેજ અરસામાં શ્રી ગૌતમ સ્વામીના વાસક્ષેપથી શ્રેણીક રાજાએ ભીલડીયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરેલ છે. આ દંતકથા જો આ નગર માટેની સત્ય હોય તો તેમાંથી ભીમપલ્લીની પ્રાચીતાનું પ્રમાણ કલ્પી શકાય છે.
કેમકે આ નગરના સેંકડો કુવા, વાવો, સવાસો મંદિરો, પ્રાચીન આરસનો કુવો, સંવત્ ૧૧ના ઉલ્લેખ વાળી ગૌતમ સ્વામીની મુર્તિ!, * પથ્થરની પરબો વિગેરે ભીમપલ્લીની પ્રાચીનતાના નમુના છે.
ભીલડીમાં તેરમી સદી સુધી પુષ્કળ જાહોજલાલીના સ્થાનો હશે, પણ ચૌદમી સદીના મધ્ય ભાગમાં અહીં સોમપ્રભસૂરિ ચાતુર્માસ રહ્યા હતા, જે ચોમાસાની અંતમાં બે કાર્તિક માસ હોવાથી તેઓને બીજા કાર્તિક સુદિ પુનમ
* આ ૧૧ નો સંવત્ વિક્રમની સહસ્રાબ્દી સદી પછીનો છે કે પહેલાનો તે તપાસવાની જરૂર છે.
(૩૯) ನನನನನನನನನನನನನನನನನನನನನನಿತಿನ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org