________________
RRRRRRRRRRR
શકુનિકા વિહાર
મુનિસુવ્રત સ્વામીના અરસામાં ભરૂચની બહાર એક આંબલીના ઝાડ ઉપર સમળી રહેતી હતી. તેણીએ એક દીને કલાલ (ખાટકીના) માંસમાંથી થોડોક પીંડ લઇ પાસેના વડ ઉપર જઇ બેઠી, અને ખાટકીયે પણ લાગ જોઇ તેણીને બાણથી વીંધી નીચે પાડી. સમળી પણ તરફડીયા મારતી મારતી ચીસો પાડવા લાગી,આ વખતે ત્યાં આવેલ કોઇ સાધુએ દયાર્દ્ર ચિત્તે સમળીને નમસ્કારમંત્ર સંભળાવ્યો. દુ:ખી સમળી પણ બાળ બચ્ચાંની મમતા ત્યજી આ મંત્રને સંભારતાં સંભારતાં મૃત્યુ પામવાથી સિંહલદ્વીપના ચંદ્રરાજાને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થઇ. તે મોટી ઉમ્મરની થતાં કોઇ કારણે ભરૂચ આવી, અને ત્યાંના ઋષભદત્ત વ્યવહારીયાના મુખથી નમસ્કારમંત્ર સાંભળી વિચારવા લાગી કે- આ શબ્દો મેં કોઇ વખત કયાંક સાંભળેલ છે. બહુ ઉહાપોહને અંતે તેણીને ત્યાંજ પૂર્વભવનું જાતિસ્મરણ પ્રકટયું, અને પોતાને સમળીનો ભવ જ્ઞાનગોચર થયો.
ત્યાર પછી તે રાજપુત્રીએ સમળીના મૃત્યુના સ્થાને બાવન દેવકુલિકાવાળો જીનપ્રાસાદ બંધાવી તેમાં મુનિસુવ્રતસ્વામીની મુર્તિની સ્થાપના કરી હતી, તેમજ વડની નીચે સમળીનું રૂપ કરાવ્યું હતું.
આ પ્રમાણે તીર્થ સ્થાપી અનન્ય શ્રદ્ધાથી નમસ્કારમંત્ર આરાધી તે રાજપુત્રી ઇશાન દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઇ હતી. આ સ્થાનના પ્રાચીન કાલમાં ઘણાં જીર્ણોદ્ધાર થયા હશે.
સંવત્ ૧૨૨૦ લગભગમાં પણ ગુજરાતના નામીચા મંત્રી ઉદાયનના પુત્ર આંબડમંત્રીએ મહાપ્રયાસથી આ સ્થાનમાં નવો જિનપ્રાસાદ બંધાવી તેમાં શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરના હાથે નવી પ્રતિષ્ઠા કરાવી હતી. વલી સેંધવા વ્યંતરીએ એક દીનેઆ મંદિરમાં નૃત્યકલા કરતાં આંબડને ભ્રમિત કરી દીધો હતો, પણ ક. સ. શ્રીહેમચંદ્રસૂરિ અને યશશ્ચંદ્ર ગણીની
પ્રભાવશક્તિથી
તેની
(૪૪)
Jain Educationa International
G R R R R R R R R R R R R R R R R R R R R RRR!
PIPIPIR
For Personal and Private Use Only
www.jainelibrary.org