Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 56
________________ SALARARSASSERRATASTERS જે બહુ ઉધઈ થઈ જતાં સાગરદત્ત વસ્ત્રથી યત્નપૂર્વક ઉધઇ દુર કરવા લાગ્યો. એ છે આ દેખાવ પુજારીને રૂટ્યો નહીં, એટલે પુજારીયે તો પગ વડેજ ઉધઈન ચુર્ણની પેઠે પીલી નાખી, અને વળી સાગરદત્તને ઉદ્દેશીને બોલ્યો કે, આ સાગર પાખંડીથી છેતરાઈ ગયો છે, જેથી હવે જંતુરક્ષાના ઢોંગ કરે છે. સાગરદત્ત આવી પ્રવૃત્તિથી દુઃખ પામી શવની પૂજા કરી ઘેર આવ્યો, અને તે દિવસથી પ્રાણી રક્ષામાં અધિક પરાયણ બન્યો. માત્ર સત્યધર્મપંથની પ્રાપ્તિ થયા વિના મૃત્યુ પામવાથી તે અશ્વયોનીમાં ઉત્પન્ન થયો છે. હે જીતશત્રુ! તેજ જાતિવંત અશ્વ ઉપર બેસીને તું અહીં આવ્યો છે, હું પણ તેને બોઘ કરવા પ્રતિષ્ઠાનપુરથી અહીં આવેલ છું. અહીં આવવાનો મારો પ્રયત્ન સફલ થયો છે, કેમકે પૂર્વભવમાં બનાવેલ જીનબીબના પુણ્યથી તેને મારા ઉપદેશનો યોગ અને ધર્મની પ્રાપ્તિ થયેલ છે. અશ્વને પણ આ વૃત્તાંત સાંભળી પૂર્વ ભવનું જ્ઞાન થયું, જેથી તે આહારનો ત્યાગ કરી સમ્યકત્વ પૂર્વક સાતમે દીવસે મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉપજ્યો, અને પોતાના અશ્વના ભવવાળા વૃત્તાંતની યાદગીરી દર્શાવનાર નવા તીર્થને સ્થાપવા અહીં આવ્યો. પછી તેણે નવું તીર્થ સ્થાપતાં સુંદર જિનબિંબ સ્થાપ્યું હતું, અને તેની સામે અશ્વની મૂર્તિ કરાવી ઉભી રાખી હતી, તે પવિત્ર તીર્થ “અશ્વાવબોધ” ના નામથી લોકમાં પ્રસિદ્ધ થયું. | નર્મદા નદીના ભૃગુના શિખર ઉપર કચ્છાના જેવું લીલોતરીવાળું તે નગર હોવાથી ભૃગુકચ્છ એવે નામે વિખ્યાત થયું હતું જે હાલ ભરૂચના નામે ઓળખાય છે. અશ્વાવબોધ તીર્થની વિશેષ માહિતી મળી શકતી નથી, પણ ભરૂચથી ( છ ગાઉ દુર રહેલ દોઢ ગાઉના વડ નીચે આ સ્થાન હોવાનો સંભવ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78