Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 50
________________ શિક્ષણણણણણણણણણણણણણણણણણણણણણણ ત્રેિ મંદિર લઈ આવ્યા. પરંતુ આ કોળાહળથી દેવેન્દ્રસૂરિ જાગ્યા, અને પોતાના છે હું પુસ્તકના આધારે આ પ્રયોગ થયો છે એમ લક્ષ્યમાં આવતાં, રાત્રી પુરી થવાને હજી ઘણી વાર લાગશે એમ ચીતવી ચક્રેશ્વરી દેવીદ્વારા કુકડાનો શબ્દ કરાવ્યો. જે સાંભળી વીરો પોતાને સ્થાને ચાલ્યા ગયા અને જીનપ્રાસાદ સેરિસક નગરમાં સ્થિર થયો. ત્યાર પછી સં. ૧૧ x x વર્ષે સેરિસકમાં “લોઢણ પાર્શ્વનાથ” * તરીકે સ્થાપના થઈ તથા તે સ્થાન તીર્થ તરીકે પ્રકાશ પામ્યું. તે વખતે અહીં ચાર મોટી મૂર્તિઓ અને ચોવીશ તીર્થકરની કાઉસગ્ગ ધ્યાનવાળી ચોવીશ મૂર્તિઓ હતી. આ ગામનું મૂળ નામ પ્રજ્ઞાપુર હતું, તે બાર યોજનાના વિસ્તારવાળું હતું, જ્યારે હાલનું (નવ ગાઉ દુર રહેલ) કડીગામ તેની સાંકડી શેરીરૂપે ઓળખાતું હતું. આથી આચાર્યના શિષ્યને જીનમંદિરની જરૂરીયાત જણાઈ, પણ આચાર્યશ્રીને પોતાના જ્ઞાનમાં તે નગરનો ધ્વંસ નજીકમાં હતો જેથી ત્યાં મંદિરની પ્રતિષ્ઠા કરવામાં ભય લાગતો હતો. અત્યારનું સેરિસા જોતાં આ નગ્નસત્ય આપણા દ્રષ્ટિપથમાં પ્રત્યક્ષ થાય છે. કોઈ એમ પણ કહે છે કે - વિદ્યાસાગરસૂરિના શિષ્ય આ મંદિર બાવનવીર દ્વારા આણી મંગાવેલ છે, જેની મૂર્તિઓ વિદ્યાસાગરસૂરિજીએ અદશ્ય સ્થાને મોકલી હતી, પણ સંઘની વિનંતિથી શ્રી દેવચંદ્રસૂરીશ્વરે ચક્રેશ્વરી કે ઘરણેન્દ્ર દ્વારા તે પ્રતિમાઓને મંગાવીને આ મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી હતી. વળી સંવત્ ૧૪૦૦માં કોતરાયેલ એક લેખમાં લખ્યું છે કે દેવચંદ્ર નામના યુવક સાધુએ ચક્રેશ્વરીનું વરદાન મેળવી એકજ રાત્રિમાં ચોવીશ. કાઉસગ્ગીયા સહિત પાર્શ્વનાથ વિગેરેની પ્રતિમાથી શોભીત ત્રણ માળનો પ્રાસાદ તૈયાર ર્યો હતો. - અહીં પોરવાડ ચંડપ્રાસાદ વસ્તુપાળ અને તેજપાળે નાગેન્દ્રગથ્વીય વિમળસૂરિના હાથે શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કર્યાનો શીલાલેખ છે, તેમજ માલદેવ અમરસિંહના રાજ્યમાં ફાગણ વદી ને વૃશ્ચિક રાશિ (લગ્નમાં) * આ મૂર્તિની નાગદેવે પૂજા કરી, તેથી “લોઢણ પાર્શ્વનાથ' નામથી એિ પ્રસિદ્ધિ પામેલ છે. ડભોઇ અને પાલી પાસેના વિથુરાગામમાં પણ લોઢણ (વજ છે જેવી) પાર્શ્વનાથની મૂર્તિ છે. ನನನನನನನನನನನನನನನನನನನನನನಿತತೆ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78