________________
SRRRRRRRRRRRRRRRRRRRRRRR છે જ્યારે બીજી તરફથી ભોયણીના ઠાકોરને પણ તે મૂર્તિ ભોયણી લઈ જવાની ઇચ્છા છે
થઈ, દરેક જણે પોતપોતાને ગામ મૂર્તિને લઈ જવા ઈચ્છા દર્શાવી. જેથી મૂર્તિ કયાં છે
લઈ જવી એ નિશ્ચય કરવા માટે તે ત્રણે પ્રતિમા બળદ વિનાના ગાડામાં પધરાવ્યાં, છે એટલે તુરત ગાડાનું ઘોસરું ભોયણી તરફ ફરી ગયું. અને મહા આનંદ સહિત તે આ ત્રણે મૂર્તિને ભોયણીમાં લઈ જઈ અમથા પટેલના ઘરમાં પધરાવી. ત્યાર પછી
મોટુ મંદીર તૈયાર કરી તેમાં સં. ૧૯૪૩ના મહાવદી દશમદિને મલ્લીનાથ પ્રભુની છે અને બન્ને કાઉસગ્ગીયાની પ્રતિષ્ઠા કરી. ક્રમે આ તીર્થ બહુ પ્રસિદ્ધિ પામ્યું, અત્યારે
પણ તેની જાહોજલાલી મશહુર છે.
Cપાનસર
આ તીર્થ પણ ભોયણીથી થોડેક દુર છે. જેની પ્રતિષ્ઠા સંવત્ ૧૯૭૪ના વૈશાખ શુદિ ૬ ને દિવસે થયેલ છે. આ તીર્થની ઘર્મશાળાનો વિશેષ ઉપયોગ હવા ખાવા કે મોજમજાના સેનેટેરીયમ તરીકે થાય છે, જેને સમાજમાં આ માર્ગ-વર્તણુંક પ્રશંસનીય નથી.
સેરેસા
નાગેન્દ્રગચ્છીય દેવેન્દ્રસૂરિ પાસે વીરાકર્ષણ વિધાનું પુસ્તક હતું, તેઓ વિહાર કરતાં કરતાં સેરિસા નગરમાં આવ્યા. એક રાત્રે સૂરીશ્વર નિદ્રામાં હતા ત્યારે તેમના શિષ્ય ચંદ્રના તેજમાં વીરાકર્ષણ વિદ્યાવાળા પુસ્તકનું અધ્યયન કર્યું. તે પુસ્તક આખું વંચાઈ રહેતાં ત્યાં બાવન વીર આવ્યા, અને બોલ્યા કે - “અમોને શા માટે સંભાર્યા છે, જે કાર્ય કરવાનું હોય તે ફરમાવો” તુરતજવાબી બુદ્ધિમાન શિષ્ય જવાબ આપ્યો કે - આ નગરમાં જૈનમંદિર નથી માટે અહીં એક મંદિરની જરૂર 8 છે તો તમો કાંતિપુરીથી એક જીનમંદિર અહીં લઈ આવો. આ સાંભળી વીરોયે
જણાવ્યું કે “તમારા કહેવા પ્રમાણે કરીશું, પણ સવારનો કુકડો ન બોલે ત્યાં સુધી હું જેિ અમારું જોર ચાલશે.” એમ કહી તેઓ કાંતિપુરી ગયા. અને એક પાર્શ્વનાથનું છે
(૩૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org