________________
SRENDRRRRRRRRRRRRRRRRR
ચોવીશ તીર્થકરો થયા છે. તેમજ તેની પહેલાં પણ ઉત્સર્પિણીમાં ચોવીશ તિર્થંકરો { થયા હતા. તેઓમાનાં “દામોદર” તીર્થકરની હૈયાતીમાં “આષાઢી” શ્રાવકે પાર્શ્વનાથ
પ્રભુની મુર્તિ કરાવી હતી. તે પ્રતિમા કાળાંતરે ત્રણેલોકમાં પૂજાયેલ છે.જરાસિંધ સાથેના યુદ્ધપ્રસંગે નરવીર કૃષ્ણવાસુદેવને તે જીનમુર્તિની પ્રાપ્તિ થઈ અને તેના દૈવી પ્રભાવથી કૃષ્ણ વાસુદેવે જયધ્વજા ફરકાવી. પછી આ પવિત્ર મુર્તિને સ્થાપન કરવા માટે યાદવાસ્થળીની પાસેની ભૂમિમાં દ્વારકાથી દેખી શકાય તેવું ઉંચું મંદીર કરાવી તેમાં (અત્યારથી લગભગ ૮૬ હજાર વર્ષ પૂર્વે) તે પવિત્ર બીંબની સ્થાપના કરી. તે સ્થાન શંખેશ્વર પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ છે જે હાલ જયશિખરીના પંચાસરથી પાંચ કોશ દૂર છે. ત્યાં આસપાસની ભૂમિમાં યાદવાસ્થળીના અવશેષ સ્મારકો નામ માત્રથી મોજુદ છે.ઘણાય (પચ્ચારી હજાર) વર્ષો વહી જતાં તે મૂળ સ્થાનથી એક માઇલ દૂર નવું જીનભુવન તૈયાર કરી તેમાં સંવત્ ૧૧૫૫માં સઝન શેઠ તથા દુર્જનશૈલ્ય રાજાએ શંખેશ્વર પાર્શ્વનાથના બીબની પધરામણી કરી. આ સ્થાન પણ હાલ ગામની મધ્યમાં જીર્ણશીર્ણ દશાને ભોગવી રહ્યું છે. આ સ્થાનનો પણ એકવાર જીર્ણોદ્ધાર થયો હોય એમ સંભવે છે.
તેમજ ત્યાં સોળમી અને સત્તરમી સદીની રાધનપુર, અમદાવાદ, સાણંદ અને માંડલના ગ્રહસ્થોએ કરાવેલ શીલાલેખોના ભૂંસાયેલા અક્ષરો જોઈ શકાય છે, તથા તે મંદીરની મુખ્ય પાંચ દેરીયો અને બીજી દેવકુલીકાઓ નિરવપણે હજી પોતપોતાની પૂર્વ સ્થીતિનું ભાન કરાવે છે. ત્યાર પછી અઢારમી સદીના અંતભાગમાં રાધનપુરના ધનાઢયો બે મજલાનું નવું મંદીર તૈયાર કરવા પ્રયત્ન કર્યો, પણ કાર્ય કરનારની ખામીને લીધે તેમ બની શકયું નહીં, જેથી નીચલા ભૂમિગૃહ તરીકે તૈયાર કરેલ સ્થાનમાં જ શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી છે. આ મંદીર પણ અત્યારે રંગમંડપ વિગેરેની ગોઠવણીથી સુંદર શોભાવાળું બન્યું છે, તે જીનમંદીરની ચારે બાજુ નાની નાની બાવન દરીયો છે. અને તેની ફરતી યાત્રાળુને ઉતરવાની જુની ઘર્મશાલા છે. આ તીર્થમાં દરેક પ્રાચીન જીનમૂર્તિની ભવ્ય મુદ્રા અપૂર્વ આનંદ આપે તેવી છે.
(૩૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org