________________
NNNNNNNNNNNNNNNNNNNNNNNNN
રૂપાની થઇ જશે” આ રીતે દેવીની સલાહ થવાથી પાસીલે નવા ચૈત્યનો આરંભ કર્યો તથા એક સીસાની ખાણ ખોદાવી તેમાંથી રૂપું નીકલ્યું. જેમાંથી બાર પહોર સૂધી રૂપું બહાર કઢાવ્યું અને તે દ્રવ્યમાંથી શીખર સુધી મંદિર તૈયાર થયું ત્યારે કોઇ ગુરૂએ પાસિલને પુછ્યું કે ચૈત્યનું કામ નિર્વિઘ્ન ચાલે છે ને ? પાસિલે ઉત્તર આપ્યો કે દેવગુરૂની કૃપાથી બરાબર ચાલે છે. આથી અંબિકાને કોપ ચઢયો કેપાસીલ મારી કૃપાને ગણકારતો નથી, કૃતઘ્ન છે માટે હવે તેને સહાય કરવી નહીં. બસ! ત્યારથી ચૈત્યુનું કામ અટક્યું. પછી આ મંદિરમાં તેણે વાદિચક્રચુડામણ દેવસૂરિના હાથે (સંવત્ ૧૧૮૦ થી ૧૨૨૬) માં પ્રતિષ્ઠા કરાવી.
V N N N N N N NNNNNNNNNNNNNNNNNNIN
PIRIR
પાટણની હાંસી શ્રાવિકાયે પણ પાસીલના બહાદુરીભર્યા કામમાં સહાય કરી અને નવલાખ દ્રવ્ય ખર્ચી મેઘનાદ રંગમંડપ કરાવ્યો હતો.
આ બાબતમાં મી. ભાંડારકર પોતાના રીપોર્ટમાં મહીકાંઠા અને શીરોહીને લગતા શોધખોળના ઇતિહાસથી કાંઇક નવું અજવાળું પાડે છે. તે પોતાના રિપોર્ટમાં જણાવે છે કે જૈનધર્મીઓના મધ્યબીંદુ કુંભારીયાની આજુબાજુ ચોર્મેર પડેલા પત્થરાઓની દંતકથાથી એવું બતાવવામાં આવે છે કે કુદરતને લગતા ફેરફારો દેવ દેવીયો મારફતે પણ થઇ શકે છે. એવું બન્યું છે કે-તે શહેરમાં એક પ્રાચીન રાજાયે ૩૬૦ જૈનમંદીરો બંધાવ્યા હતા કારણ તેણે પોતાનો ભાગ્યોદય પોતાની કુલદેવી મારફતે નહીં પણ એક જૈનાચાર્ય મારફતે થયો હતો એમ માન્યુ હતું.આ પરથી તેની કુલદેવીયે કોપાયમાન થઇ ગુસ્સાના આવેશમાં માત્ર પાંચ દેરાસરો સિવાયના સઘળા બાળી ભસ્મ કરી દીધા હતાં.
બાકી રહેલા પાંચ મંદીરો જેવાં જ સઘળા દેરાસરો આરસપાષાણના બાંધેલા હોવાથી તેનો નાશ થતાં શહેરને ઘણી મોટી નુકશાની ગયેલી હોવી જોઇએ. જોકે ફાર્બસ સાહેબ કહે છે કે ધરતીકંપ થવાથી એમ બનવા પામ્યું હશે, પરંતુ તેવા પત્થરો અમુક હદ સુધીમાંજ જોવામાં આવેછે માટે એ સિદ્ધાંતમાં માન્ય રાખવા યોગ્ય નથી. જૈનમંદીરના શીલાલેખો ઉપરથી આ નગરનું પ્રાચીન નામ આરસના (આરાસણ) હોય એમ સમજી શકાય છે. આ નગરની ચારેબાજુ આરસની ટેકરીયો છે તેથી તે નામ પડયુ હશે. આ ભભકાદાર શહેર કદાચ બળી
(૩૧)
IN N N N N N N N N N N N N N N N N N NNNNNN
III
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org