________________
@@@@@@
@@@@@@@@@@@
_પાવાપુરી
શ્રમણ ભગવાન મહાવીર પાવાપુરીમાં મોક્ષ પામ્યા છે. ત્યારે તેમના દેહનો સંસ્કાર જે સ્થાને થયો તે સ્થાને હાલ ૮૪ વીઘાનું તળાવ છે.આ તળાવ માટે એવું કહેવાય છે કે મહાવીરપ્રભુના અગ્નિસંસ્કારના સ્થાનેથી તેના દેહની રાખ પવિત્ર માની લોકોયે પોતાને ઘેર લઈ જવા માંડી. રાખ થઈ રહેતાં તેની ધુળ પણ લોકો લઈ ગયા. આ કારણથી ત્યાં મોટો ખાડો પડયો, અને અંતે આ વિશાલ તળાવ બન્યું છે. તળાવના મધ્ય ભાગમાં સુંદર વિરમંદિર છે. ત્યાં જવા માટે એક તરફથી પત્થરની પાજ બાંધેલ છે. તળાવમાં પાણીની ભરતી પુરી રહે છે તેમજ ઘણાં કમળો પણ થાય છે. આ મંદિર માટે વિશેષ નવાઇની વાત એ છે કે અહીં | દિવાળીના દિવસે અગ્નિના સંયોગ વિના જ દીવો પ્રકટે છે.
આ સ્થાન જ એટલું બધું ચિત્તાકર્ષક અને રમણીય છે કે અહીં આવનારને સર્વાગે શાંતિ વ્યાપે છે અહીંના શુદ્ધ રજકણો એવી અસર કરે છે કે આ મંદીરમાં આવેલાનો આત્મા આનંદસાગરમાં જીલે છે-હીલોળે છે.
પાવાપુરીથી થોડાએક કોશ દૂર ચંપાપુરી (ચંપાનાળા) માં વાસુપુજ્ય સ્વામી સિદ્ધિપદ પામ્યા છે. આ સ્થાન પણ આનંદજનક છે. સમેતશીખરના યાત્રીકો રાજગૃહિ પાવાપુરીની સાથે આ તીર્થની યાત્રાનો લાભ લ્ય છેઆ નગરી ભાગલપુર સ્ટેશનથી ચાર માઈલ દૂર છે.
કેસરીયા
ઉદેપુરથી ૨૦ કોશ દૂર ધુલેવા ગામ છે. ત્યાં હજાર વર્ષ પહેલાં મહારાજા
(૨૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org