Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 41
________________ SERRURERRARAURKRRITURRRRR છે શીલાલેખોમાં સં. ૧૮૭પથી૧૯૧૦ સુધિના વર્ષોની નોંધ મળી આવે છે. સમેતશીખર (પાર્શ્વનાથ હીલ) ની તળેટીમાં નજીકમાં ગીરડી સ્ટેશન છે ત્યાંથી દશ માઇલ દુર બરાકડ ગામ પાસે નીરંતર પાણીને વહન કરનારી જુવાલુકા (બ્રાકર) નદી છે જ્યાં વીર કેવલજ્ઞાનનું સમવસરણ છે. આ સમવસરણનો ઉદ્ધાર સંવત ૧૯૩૦માં થયેલ છે.વળી તેમાં એક નેમનાથની પ્રતિમા છે. બ્રાકર નદીથી ૧૧ માઇલ છેટે મધુવન છે. જ્યાં દશ દેરાસર છે. અષ્ટાપદ) ઋષભદેવ ભગવાન પોતાના શિષ્યો સાથે વિહાર કરતાં કરતાં અયોધ્યા { પાસે અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા અને ત્યાંજ સિદ્ધિપદ પામ્યા. ત્યારે ભરતચક્રવર્તીછે ઈદ્રોએ ત્રણ ચીતાઓમાં પ્રભુનો, પ્રભુના મુખ્ય શિષ્યગણધરોનો, અને બીજા સાધુઓનો અગ્નિ સંસ્કાર કરી તેની ઉપર ત્રણ સ્તુપ બનાવ્યા હતા. પછી ત્યાં સિંહ નિષઘા નામે વિહાર કરી તેમાં વર્તમાન ચોવીશીના દરેક તીર્થકરોની જેના જે જે પ્રમાણે દેહમાન અને દેહવર્ણ છે કે તે પ્રમાણ, અને રંગની મૂર્તિયો બનાવી પ્રતિષ્ઠા કરી હતી તથા પોતાની આંગુઠીના પાંચે રત્નની એક જીણી “માણિજ્યદેવ” નામની મૂર્તિ બનાવી તેની પણ પ્રતિષ્ઠા કરી હતી.આ તીર્થ તેજ સંભવે છે કે જેને પુરાણગ્રંથો હિમાલયનો કૈલાસ કહે છે. અથવા જેને જગન્નાથપુરીના યાત્રાળુ દૈવીગઢ (પરમેશ્વરનો કિલ્લો) તરીકે દર્શન કરે છે. અત્યારે આ તીર્થ દ્રષ્ટિપથમાં આવી શકતું નથી. ૧. કેટલાક યાત્રિકો માને છે પ્રાચિન કાળની ઋષભદેવજીની મૂર્તિ અત્યારે જગન્નાથજી તરીકે પૂજાય છે અને પૂજારીઓ પણ બનતા સુધિ આ મંદિરના ગર્ભગૃહમાં કોઇ યાત્રિકને જ્વા દેતા નથી. તીર્થોના ઇતિહાસમાં તો આ સ્થાને “જીરાવેલા પાર્શ્વનાથ'' હોવાની યાદીઓ છે. (૨૮) ನನನನನನನನನನನನನನನನನನನನನನನನನ Jain Educationa international For Personal and Private use only www.jamienbrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78