________________
Q R R R R R R R R R R R R R R R R R R ER જેને જોવા માટે દર વર્ષે ઘણા કળારસિકો ત્યાં આવે છે જેને અંદર પ્રવેશ કરવા માટે છૂટ રાખેલ છે. પણ ‘‘તેઓ જોડા કાઢીને’' મંદિરમાં પ્રવેશ કરે એમ સૂચવવા માટે મંદીરની બહાર પાટીયું મારેલ છે.
૩ - કેટલાક આધુનિક વિદ્વાનો એમ માને છે કે - આબુમાં એકઠા થયેલ દુષ્કાલ પીડિત મજુરોને મદદ કરવાના હેતુથી આ મંદિરની રચના જન્મેલ છે.
આ ત્રણે મુદ્દાનો સારાંશ એ તરી આવે છે કે આ મંદિર કરવામાં “અનુપમાં” અને “લીલુની” બુદ્ધિ મૂલઆધારરૂપ છે તથા આ મહત્કાર્ય નિષ્કામ ભક્તિનું પરિણામ છે.
મંદિરોનું નિરિક્ષણ કરતાં વિશેષ આશ્ચર્ય તો એ થાય છે કે આબુમાં આવા પત્થર (લાદી) ની ખાણ નથ્રી પણ તે અહીંથી પચ્ચીસેક માઇલ દુર જરીયામાં તથા અંબાભવાનીના ડુંગર પાસે બખર પ્રાંતમાં (આરાસણ-કુંભારીયાની નજીકમાં) છે તો પછી આ પત્થર ત્યાંથી કયા માર્ગ વડે કૈઇ રીતે કેવી દુકાન તથા જળાશયની સુગમતા કરીને કેટલા શ્રમથી અને કેટલા ધનના ભોગે લાવ્યા હશે તે કલ્પી શકાતું નથી. આ મંદિરને પણ મુસલમાનોએ તોડયું હતું જેનું સમારકામ મંત્રિ પેથડે કરેલ છે. (જૈ. લે. ૨)
ઉપરોક્ત બે મંદિરોની પાસે ત્રીજું આદિનાથનું મંદિર છે જેમાં આદિનાથ, પાર્શ્વનાથ, શાંતિનાથ, વિગેરેના બીબો છે પણ તે સિવાય આ મંદિરમાં કાંઇ પ્રેક્ષણિય શીલ્પ કામ નથી.
ચોથું ચતુર્મુખી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે જેના રંગીન ગાલીચા અને ઘુમટ સુંદરછે.
પાંચમું એક સામાન્ય મંદિર અચલેશ્વરના રસ્તાની પેલી પાર છે.
આ સિવાય ‘શકુનિકાવિહાર' ચિત્ર છે. જેમાં સંવત ૧૩૩૮નો શીલાલેખ છે તથા અહિં સં. ૧૭૨૫માં વિજયરાજસૂરિ ના ઉપદેશથી અમદાવાદના શ્રીમાલી મણિયાના પુત્ર શાંતિદાસશેઠે શાંતિનાથનો પ્રાસાદ કરાવ્યો હતો.
દેલવાડાથી દુર ત્રણેક માઇલના ચડાવે પરમારવંશનો કિલ્લો-અચળગઢ આવે છે ત્યાં પણ કેટલાક જૈન મંદિરો છે, ગઢમાં પેસતાં જ પ્રથમ હનુમાનનો દરવાજો અને પછી ચંપા દરવાજો આવે છે, મધ્યમાં પાર્શ્વનાથ પ્રભુનો બે મજલાવાળો
(૨૬)
J N N N N N NNNNNNNNNNNNNADA
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org