Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 31
________________ PRIPR RRRRRRR N N N N N N N N R P R R S દીને યદુવંશી રા. માંડલિકે નેમિમંદિર સ્વર્ણપત્રથી મઢાવ્યું છે; તેમજ રંગમંડપના થાંભલામાં ૧૧૧૩માં જીન મંદિર કરાવ્યાના, ૧૧૩૫ માં પ્રતિષ્ઠા કરાવ્યાના અને ૧૨૭૮માં સમરાવ્યાના ઉલ્લેખો છે. વળી એક એવી પણ નોંધ છે કેઃ સં. ૧૨૧૫ ના ચૈ. શુ. ૮ દિને શીલભદ્રસુરિના શિષ્ય ધર્મઘોષસૂરિ, તેના શિષ્ય યશોભદ્રસૂરિ અને તેના શિષ્ય દેવસેનગણિએ જીના મંદિરો કાઢી નાખી નવાં મંદિર કરાવ્યાં છે. મંત્રી આંબડે ૬૩ લાખ ટકાના વ્યયથી ગીરનાર પર એક નવું ચૈત્ય કરાવેલ છે.અને વાહડના વંશજ સલખણસિંહે પણ ૧૩૦૫માં પાર્શ્વનાથનું બીંબ કરાવેલ છે. સાજનદેના ઉદ્ધાર પછી સં.૧૩૪૦માં માંડવગઢના રાજા જયસિંહદેવના મંત્રિ પેથડના પુત્ર ઝાંઝણે રત્નાકર સૂરિના ઉપદેશથી ગીરનારનો સંઘ કાઢયો હતો અને તેજ વર્ષમાં નેમિનાથનો પ્રાસાદ કરાવ્યો હતો. છેલ્લે આ મંદિરને શ્રીજયતિલકસૂરિના ઉપદેશથી શ્રીમાલી હરપતીએ સં. ૧૪૪૯ માં સમરાવ્યું છે. અહીં મૂળ સિંહાસને નેમિનાથ ભગવાનની મૂર્તિ છે. ભોંયરામાં અમીજરા પાર્શ્વનાથ, રહનેમિ તથા જીવિતસ્વામી(નેમિનાથ)ની મૂર્તિઓ છે. નેમિનાથના મંદિરમાં ભમતીની ૧૭૫, રંગમંડપની ૩૮ અને ગભારાની ૫ એમ કુલ ૨૧૮ જીનપ્રતિમાઓ છે. આ મંદિરના લત્તાવાળી ભૂમિનું- ‘નેમિનાથનીટુંક' એવું યથાર્થ નામ છે. તે મંદિરની પછવાડે પોરવાડ જગમાલ ગોર્ધનનું ૧૮૪૯માં બનાવેલ જીનમંદિર છે અને તે જીનભુવનની જમણીબાજુ નેમીનાથપ્રભુની સાથે મનથી પરણી ચુકેલી પણ બાલબહ્મચારીણિ સતી રાજમતિની ચરણપાદુકા છે. આ ટુંકમા થઇ મે૨કવશી સગરામ સોની અને કુમારપાલની ટુંકમાં જવાય છે. તેની ભમતીની જાળી બીડવા શેઠ દેવચંદ લક્ષ્મીચંદે સારો પ્રયત્ન કરેલ છે. મેરકવશીની ટુંકમાં જતાં અદબદજી ઇ. સ. ૧૪૧૨ પૂર્વનાં તથા મેરૂ પર્વતના ચોમુખજી આવે છે. મે૨કવશીમાં મુખ્ય પ્રતિમા પાર્શ્વનાથ પ્રભુની છે.જેની સ્થાપના-પ્રતિષ્ઠા સં. ૧૮૫૯માં થયેલ છે. આ ટુંકમાં કુલ પ્રતિમાઓ મેરૂની પ્રતિમા સાથે ગણતાં સમસ્ત જીન બીબોની સંખ્યા ૧૧૩ છે. આ ટુંકની બનાવટને માટે એવું કહેવાય છે કે, સિદ્ધરાજના મંત્રી સાજનદેવે સૌરાષ્ટ્રની બાર વર્ષની (૧૮) PPPPPPPPPPPPRRRRRRRRR Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78