________________
P E E E E E E E E E ~ ~ ~ ~ ~ ~ ~ PERS તોપ,અશોક ક્ષત્રયવંશી રૂદ્રદામા (ઇ.સ. ૧૫૦) અને સ્કંદગુપ્ત (ઇ.સ. ૪૫૪)ના શીલાલેખો, ૧૫મી સદીના શીલાલેખોની પ્રાચીનતાને સાચવનારો ૨૭૫ ફુટ ઉંડો દામોદર કુંડ વિગેરે સ્થાનો ખાસ નીરીક્ષણીય છે.
આ જુનાગઢથી અઢી માઇલ દૂર અને સમુદ્રની સપાટીથી ૩૬૭૫ ફુટ ઉંચો ગીરનાર પર્વત છે.આ પર્વત પ્રથમ ૩૬ યોજન પ્રમાણ હતો અને શત્રુંજયના એક શિખર તરીકે લેખાતો. તેના પ્રાચીન અને અર્વાચીન નામો કૈલાસ ઉજ્યંત,રૈવત, સ્વર્ગ પર્વત,ગીરનાર અને નંદભદ્ર વિગેરે છે.
કુરૂવંશી યદુરાજાની ગાદી મથુરામાં હતી તેના પુત્ર શૌરિ જેણે કુશાર્ત શોર્યપુરમાં ગાદી સ્થાપી. શૌરિના પુત્ર અંધક વૃષ્ણિને સુભદ્ર રાણીથી દશ પુત્રો થયા. જેમાં મોટાનું નામ સમુદ્રવિજય અને નાનાનું નામ વસુદેવ હતું. સમુદ્રવિજય રાજાને નેમિ નામે પુત્ર થયો. પાંડુનો બીજો પુત્ર સુવીર થયો જેણે સિંધમાં સોવીરનગર વસાવી ત્યાં પોતાની ગાદી સ્થાપ્યા પછી તેના પુત્ર ભોજવૃષ્ણિયે મથુરામાં રાજ્ય કર્યું. આ ભોજવૃષ્ણિના પુત્ર ઉગ્રસેનની પુત્રી રાજીમતિ સાથેના સબંધમાં નેમિકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે અંતે દીક્ષા લઇ અઘોર આત્મસંવરતાથી કેવળજ્ઞાન પામીને તીર્થંકર થયા. આ નેમિનાથ પ્રભુની દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષગમનના પ્રસંગો ગીરનાર ઉપર થયેલા છે. જેને પ્રતાપે આ પવિત્ર સ્થાન ‘તીર્થ” તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. તેથી હાલ ગીરનાર ઉપર મુખ્ય મંદીર પણ નેમિનાથ પ્રભુનું છે. જેની જયોોષણા- ગીરનારી (બો ગીરનારી) તરીકે પ્રસિદ્ધ છે.
શત્રુંજયમાં જેટલા જેટલા પુરૂષોએ ઉદ્ઘાર કામ કરેલ છે તે દરેકે આ સ્થાનનો પણ ઉદ્ધાર કર્યો છે. ઋષભદેવ ભગવાનના કોડીલાપુત્ર ભરત ચક્રવર્તીએ પ્રથમ અહીં જીન મંદિર કરાવ્યું હતું. તે વખતે અહીં શક્તિસિંહરાજા હતો. ભરતે આજ અરસામાં બરીરાક્ષસને હરાવી બરડા ડુંગર ઉપર બે મંદિર કરાવ્યાં હતાં. રામચંદ્રે શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો ત્યારે ભરતમાતા કૈકેયીએ ગીરનારનો ઉદ્ધાર કરાવ્યો હતો. અને પાંડવોએ શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો ત્યારે અહીં કૃષ્ણ વાસુદેવે
૧ ગીરનારજીના છ આરાના નામો અનુક્રમે કૈલાસગિરિ, ૨ ઉજ્જયંતગિરિ, ૩ રૈવતગિરિ, ૪ સુવર્ણગિરિ, ૫ ગિરનાર અને ૬ નંદનભદ્ર છે.
(૧૬)
INDINN N N N N N N N N N N NNNNNNNN
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org