Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 35
________________ IPIPIR આબુ મુંબઇ ઇલાકાની ઉત્તરે છેલ્લા ભાગમાં શીરોહી સંસ્થાનમાં અરવલ્લીની પશ્ચિમે ૭ માઇલ પર આબુ પર્વત છે તેની તળાટીની લંબાઇ ૨૦ માઇલ માથા પર ૧૪ માઇલ અને વૃંદી બે માઇલની છે. આબુની ઉંચાઇ ૩૦૦૦ ફીટ, સમુદ્ર સપાટીથી ૪૦૦૦ ફીટ, અને ગુરૂ શીખરની અપેક્ષાયે ૫૩૬૩ ફીટ છે.આ પર્વતનો ઉલ્લેખ મહાભારત શત્રુંજય મહાત્મ્ય તથા ગ્રીક ગ્રંથોમાંથી મળી શકે છે અને ઉત્પત્તિના સબંધમાં કેટલીક પુરાણી કથાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. આબુની હકુમત પ્રથમ ચંદ્રાવતીના કબજામાં હતી. આબુથી ત્રણ ગાઉ દુર રહેલું અને ખંડિયેર થઇ ગયેલું ચંદ્રાવતી પ્રાચીન કાળમાં જાહોજલાલીથી ભરપુર પરમાર વંશનું રાજનગર હતું. ઉજ્જૈન ચિત્તોડ અમરકોટ અને પાટણ વિગેરે પરમાર રાજ્યોના યશસ્વીકાળમાં ચંદ્રવતી નગર પણ સારી રીતે તપ્યું હતું. પરંતુ ઇ. સ. ૧૨૧૨માં નાંદોદના ચવ્હાણ સોણદેવ ચંદ્રાવતીના પરમાર ધારાવંશનો અંત આણ્યો હતો અને પછી ઇ. સ. ૧૨૯૬ થી ૧૩૦૩માં આ રાજ્ય શીરોહીના રાજ્ય રંભાના હાથમાં આવ્યું હતું જે અદ્યાપિ(?) શીરોહી તાબે છે. પર્વત પણ શીરોહીસ્ટેટના કબજામાં છે. ખરેડી સ્ટેશનથી સત્તર માઇલનો ચડાવ ચડતાં સંગમરમરી પત્થરથી બનાવેલા મંદિરોથી અલંકૃત દેલવાડા (દેવલવાડા) ગામ છે. શ્વેતાંબર જીનાલયોનો સુંદર થ્થો હોવાને લીધે જ આ ગામનું નામ દેવલવાડા પડેલ છે. તેમાં ઘણાં જીનભુવનો છે જેમાં સહુથી પ્રથમ આદિનાથનું મંદીર બનેલ છે. ગુજરાતમાં ઇ. સ. ૧૦૩૨માં ભીમ-બાણાવળી હતો ત્યારે આબુચંદ્રાવતી ધનરાજ પરમારના તાબામાં હિત, પણ ધનરાજે ભોજનો પક્ષ સ્વિકાર્યો જેથી ભીમ રાજાયે ચંદ્રાવતીના દંડાધિપતિ તરીકે વિમળ મંત્રીને મોકલ્યો-નીમ્યો. વિમલ ચંદ્રાવતીમાં આવ્યો ત્યારે આ નગરમાં ૪૪૪ જીનભુવનો અને ૯૦૦ શીવ મંદીરો હતા. તેમણે વાલીનાહ નાગરાજને હઠાવ્યો હતો. વિમલને વાહિલ નામે ભાઇ અને શ્રી નામે ભાઇ અને શ્રી નામે પત્ની હતી વર્ધમાન સૂરિ (ધર્મઘોષસૂરિનું નામ LINN N N N N N N NNNNNNNNNNNN (૨૨) INNNNNNNNNNNNNNNNNNNNNNNN For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78