________________
N N N N N N N N N N N N N N N N N N N N
નિકળી હતી. અને તેની સાથે સં. ૧૫૨૩ માં બનાવેલ હિંદુસ્તાનની પ્રાચીન કળાના નમુનારૂપ વિમલનાથનો ધાતુ પરિકર નીકળ્યો હતો જે હાલ નેમિનાથની ટુંકમાં વૃક્ષ નીચે સાચવી રાખેલ છે. બીજા મંદીરનું સ્થાન અત્યારે નેમિનાથ શાસન રક્ષક દેવી અંબાજીના મંદીર તરીકે પ્રસિદ્ધ છે. આ અંબાજીના મંદીરના કમાડ સં. ૧૮૮૨ના અ. શુ. ૨ દીને જૈન મંદીરની સંરક્ષક પેઢીયે કરાવેલ છે. ત્રીજું મંદીર દામોદર કુંડ પર હતું. ચોથુ મંદીર સંગીવાવ પાસે હતું. જેને સ્થાને અત્યારે મસીદનું દ્રષ્ય નજરે આવે છે. અને પાંચમું મંદીર મારી ગઢેચીની જગ્યામાં હતું. આ જગ્યામાંથી ૧૮૬૩-૯૩માં વીર પ્રતિમા નીકળેલ છે. અને પડી ગયેલા મકાનોમાં સંપ્રતિની યાદીના શેષ ચિન્હો માલુમ પડે છે. બર્જેસ સાહેબે પણ પોતાના રીપોર્ટમાં આ યાદી લીધેલ છે. પાંચ મંદીરમાંથી સંપ્રતિની ટુંકનું મંદીર અને અંબાજીનું મંદીર પોતાના સ્થાનને સાચવી રહ્યા છે. આ સિવાય બીજા કેટલાંક છુટક દેવાલયો છે. કોટની બહાર પણ શાંતિનાથ, પાર્શ્વનાથ વિગેરે જીનમંદીરો તથા રાજુલગુફા (રાજીમતીની ગુફા) તીર્થ પ્રભાવને દેખાડી રહ્યા છે. પ્રાચીન કાળમાં આ તીર્થ શ્વેતાંબર, દીગંબર એ બન્ને પક્ષોને માન્ય હતું. તેમજ બૌદ્ધો પણ તેને પવિત્ર સ્થાન તરીકે માનતા હતા. પરંતુ હાલતો અહીં શ્વેતાંબર જૈનોના દરેક જીનભુવનો જલહળી રહ્યા છે. માત્ર મલવાલા દેરાસર પાસે ૧૯૧૫માં એક દીગંબર મંદીર અસ્તિત્વમાં આવેલ છે. આ મંદીરના આરંભ વખતે દીગંબર સંઘે “અમારે શ્વેતાંબર સાથે હળીમળી ચાલવું” આ આશયનો મૈત્રીદર્શક કરાર શ્વેતાંબર સંઘને લખીઆપેલ છે. મુસલમાની યુગની અસરથી આ તીર્થમાં પ્રાચીનતાના દ્રષ્યો જોઇએ તેવા પ્રમાણમાં મળી શકતા નથી કેમકે મંદીરમી સદીના મધ્યભાગમાં અહીં રા’ માંડલિકનું રાજ્ય હતું. તે મુર્તિપૂજક રાજા છે એમ જાણી સંવત૧૬૪૭ માં મહમદ બેગડાયે તેને મુસલમાન બનાવી જુનાગઢ પોતાને કબજે કર્યુ હતું અને તે નગરનું મુસ્તફાબાદ નામ રાખ્યું હતું.તેમજ કેટલીક મૂર્તિયો તોડી નાખી હતી. બસ! ત્યાં સુધી આ તીર્થની મૂર્તિયો અખંડિત હતી. પરંતુ ત્યાર પછીનો આખો રાજ્યવંશ ચુસ્ત મુસલમાન હતો અને છે.
ઉપરોક્ત કારણે તપગચ્છાચાર્ય વિજય જીનેન્દ્રસૂરિ વિગેરેયે સં. ૧૮૫૮ થી૧૮૭પ સુધિના વર્ષોમાં તીર્થની આબાદિ સાચવવા માટે ઘણી પ્રતિષ્ઠાઓ કરી
AAAAAATATIઙે
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org