________________
ક્ષિણિશ@િ@@@@@ @@ @@@@@@@@@
૮. શેઠ સાકરચંદ પ્રેમચંદની ટુંક – આ ટુંક સંવત ૧૮૯૩માં અમદાવાદવાળા શેઠ સાકરચંદે બંધાવેલ છે.આ ટુંકમાં પાષાણની પ્રતિમાઓ એકંદરે દોઢસો છે.
ખરતરવશીની ટુંક- જેના દરેક મંદિરો છે. સ. ૧૬૧૮ પછીના છે. જેમાં જેસલમરવાળા ભણશાલી પુનશીનું મંદિર સં. ૧૬૭૫ની સાલનું છે. આ
ટુંકમાં સંવત્ ૧૯૨૧માં શેઠ નરશી કેશવજીએ મંદિર બંધાવેલ છે.આ ટુંકનો જે નવમી ટુંકમાં સમાવેશ થાય છે.
૯. ચોમુખની ટુંક – આદિશ્વર ભગવાનની ટુંકની પેઠે આ ટુંક પણ વિશાલ અને પુરાણી છે. તેનું મુખ્ય મંદિર બહુજ ઉંચું છે અને તે વિક્રમાદિત્યના છે
મંદિરના સ્થાને વિક્રમાદિત્યના મંદિરની પ્રતિકૃતિ (જીર્ણ મંદિરના નમુના) રૂપ છે હોવાનું સંભળાય છે, જેના શીલાલેખમાં “સુલતાન ગુરૂદીન જહાંગીર સવાઈ વિજય રાજા-સુલતાન ખુશરૂ અને ખુરમાની હૈયાતિમાં સં. ૧૬૭૫ના વૈ. શુ. ૧૩ને દિને શા સોમજી અને તેની સ્ત્રી રાજલદેવીયે આ ચતુર્મુખી જીનાલય બંધાવ્યું છે” એવી નોંધ છે. જો કે શેઠ શીવા તથા સોમજી એ બન્ને ભાઈઓના નામથી એ ટુંક પ્રસિદ્ધ છે, પણ શીલાલેખમાં સોમજીના પુત્ર રૂપજીએ પ્રતિષ્ઠા કરાવ્યાની નોંધ છે.
આ મંદિર બંધાવતાં કુલ ૫૮ લાખ રૂપિયા નો વ્યય થયો છે(મીરાતેછે અહમદી) માત્ર જેના દોરડામાં જ ૮૪,૦૦૦નો ખર્ચ થયો છે.
નવે ટુંકના એકંદર પ્રાસાદો સવાસો દેવહુલિકી સવાસાતસો અને જીન મૂર્તિઓ સાડાઅગીયાર હજારથી અધિક પ્રમાણમાં છે.
નવમી ટુંકની નજીકમાં કિલ્લાને એક છેડે અંગારશાપીરની દરગાહ છે. જૈન તીર્થમાં આ દરગાહની હૈયાતીવાળો ઈતિહાસ મનને વિસ્મય પમાડે છે. આ
જગાની માલીકી પણ જૈનોના વારસામાં છે. આ પીરની પધરામણી મુસલમાની છે. યુગમાં થઈ હશે એ તો નિર્વિવાદ છે, પરંતુ તેમ થવાનાં કારણો જુદી જુદી રીતે પણ સંભળાય છે, જેનો આશય નીચે મુજબ છે.
(૧૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org