Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ RRRRRRRRRRRRRRRRRRRRRRRS હાથીપોળ પાસેનો વિકમશી ભાવસારનો પાળીયો સત્તરમી સદીનો છે. આ 8િ બીનાની યાદી કવિશ્રીપાલે “વીકમશી ચુપઇ” માં કરેલ છે વળી આ પાળીયાના ઇતિહાસથી છીપાવશીની ટુંક” અને ભાવસારનો ગાઢ સબંધ સમજી શકાય છે. | મુખ્ય મંદીર સામેનું પુંડરિક ગણધરનું મંદીર સંવત ૧૫૮૭ નું છે આ છે. મંદિરનો કાલિયાવાડીના એક ગૃહસ્થ દશ વર્ષ થયા જીર્ણોદ્ધાર કરેલ છે. એટલે મુખ્ય મંદિર પુંડરીકજી અને આદિનાથ ભગવાનની બેઠક ઉપર સંવત્ ૧૫૮૭નો શીલાલેખ છે. મૂળ મંદિરની દક્ષિણ તરફની દેવકુલિકા ગંધારીયાનું ચોમુખનું મંદિર મૂળ મંદિરના ઇશાન ખુણામાં આવેલી બે દેવકુલિકા ઉત્તરદ્વારની સામેની દિવાલની બાજુની દેવકુલિકામાં સંવત ૧૬૨૦ના વૈશાખ અને અશાડમાસના શીલાલેખો છે. આ દરેકમાં વિજય દાનસૂરી તથા શ્રીહીરવિજય સૂરિશ્વરની પ્રતિ થયેલ છે આ સિવાય ૧૬પર અને૧૬૪૦ના શીલાલેખો પણ શ્રીહીરવિજયસૂરીશ્વરજીએ કરેલ પ્રતિષ્ઠાના છે. (એપીગ્રાફીઓ ઇન્ડિકા) વિમલ વસહીમાં સંવત ૧૬૭૫નો વર્ધમાનશાહ તથા પદ્માશાહનો સં. ૧૬૮૩નો હીરા(હીરાકુંડ બાંધનાર તથા નવાણુંવાર શત્રુંજયનોસંઘ કાઢનાર) બાઈ અને સં. ૧૬૭૬નો શેઠ શિવજી ભણશાળીનો શિલાલેખ છે. વસ્તુપાલ (નવા આદીશ્વર)ના મંદિરમાં રહેલ ઓસવાળ સમરાશાહ અને સમરશ્રીની મૂર્તિયુગલ ઉપર સંવત ૧૪૧૪ના વૈશાખ શુદિ ૧૦ ગુરૂ અને પ્રતિષ્ઠાપક શ્રીદેવગુપ્તસૂરિનો ઉલ્લેખ છે અને તેની પાસેના ગોખમાં રહેલ યુમમુર્તિ ઉપર સં ૧૪૧૪ના ચૈત્ર શુદિ ૧૪ રવિવારનો ઉલ્લેખ છે (આ બીજા લેખનો કેટલોક ભાગ અસ્પષ્ટ છે જયારે નીચેની પંક્તિ ચુનામાં દાબી દીધેલ છે.) સો થંભવાળા મંદિરમાં આશાધરની તથા તેની સામેની મૂર્તિ ઉપર સં. ૧૩૭૧ના મહા સુદિ ૧૫ નો અને અષ્ટાપદ પાસે મુળુની મુર્તિ ઉપર સં. ૧૪૮૪નો શીલાલેખ છે ૪. શત્રુંજયની દરેક ટુંકોમાં પદ્મ ચીન્હવાળી ગણધર મૂર્તિયો છે માત્ર સાકરચંદ ટુંકમાં પાર્શ્વનાથ સામે સર્પના ચિન્હવાળી ગણધર મુર્તિ છે. ನಿನಿಗಿನಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿನ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78